વઢવાણ સુરેન્દ્રનગર પાલિકાના વોર્ડ નંબર 10 અને 4 ખાતે બલિદાન દિવસ નિમિત્તે
શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો
- બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો
- ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

સુરેન્દ્રનગર પાલિકાના વોર્ડ નંબર 10 અને 4 ખાતે બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો. 23 જૂનને બલિદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે આ દિવસે સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્યના અધ્યક્ષ સ્થાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ બુધવારે શિવલાલ આણંદજીભાઇ માકાસણા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ઓફિસ ખાતે વોર્ડ નંબર 10 અને ઈનોવેટીવ સ્કુલ વોર્ડ નંબર 4 ખાતે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર જૂની હાઉસિંગ પાસે મકાનના પૈસા નથી આપવા કહીને હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાઈ
આ પ્રસંગે ડોક્ટર અનિરુદ્ધસિંહ પઢીયાર તેમજ ભાજપના આગેવાનો કાર્યકરો અને સ્થાનિક સદસ્યો તેમજ આગેવાન ચંદ્રેશભાઇ પટેલે પણ ઉપસ્થિત રહીને પુષ્પાંજલિ અર્પણ કરીને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખરજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.