વઢવાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે રામજીભાઇ ગોહિલ અને વાઇસ ચેરેમેન તરીકે ઋષિરાજસિંહની સર્વાનુમતે વરણી
વઢવાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે રામજીભાઇ ગોહિલ અને વાઇસ ચેરેમેન તરીકે ઋષિરાજસિંહની સર્વાનુમતે વરણી
- વઢવાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રામજીભાઇ ગોહિલ અને વાઇસ ચેરમેન ઋષિરાજસિંહ
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં દશેરા પહેલા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. જેમાં વઢવાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે રામજીભાઇ ગોહિલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જ્યારે વાઇસ ચેરમેન પદે ઋષિરાજસિંહની વરણી કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ માર્કેટિંગ યાર્ડની આજથી અંદાજે 2 મહિના પહેલા ચૂંટણી યોજવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં દશેરા પહેલા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.
જેમાં વઢવાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે રામજીભાઇ ગોહિલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જ્યારે વાઇસ ચેરમેન પદે ઋષિરાજસિંહની વરણી કરવામાં આવી છે. જેમાં બહારના વેપારીઓ વઢવાણ યાર્ડમાં આવે અને વઢવાણ યાર્ડનો વિકાસ થાય તેવા સંકલ્પ સાથે રામજીભાઇ ગોહિલે ચેરમેન પદનો સ્વીકાર કર્યો હતો. જ્યારે રાજકીય આગેવાનો અને કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી અને દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી.
સાયલામાં 5 પેઢીથી નાટકની પરંપરાની જાળવણી સાથે યુવાનો ઐતિહાસિક નાટક ભજવે છે