વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉનના પ્રથમ દિવસે વિવિધ વિસ્તારોમાં બિનજરૂરી દુકાનો સજ્જડ બંધ

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉનના પ્રથમ દિવસે વિવિધ વિસ્તારોમાં બિનજરૂરી દુકાનો સજ્જડ બંધ

  • બિનજરૂરી દુકાનો સજ્જડ બંધ જોવા મળી.
  • કોરોનાની ચેઇન તોડવા માટે તારીખ 28 એપ્રિલ થી 2 મે સુધી એમ પાંચ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન
વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉનના પ્રથમ દિવસે વિવિધ વિસ્તારોમાં બિનજરૂરી દુકાનો સજ્જડ બંધ
વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉનના પ્રથમ દિવસે વિવિધ વિસ્તારોમાં બિનજરૂરી દુકાનો સજ્જડ બંધ

સુરેન્દ્રનગર શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉનના પ્રથમ દિવસે વિવિધ વિસ્તારોમાં બિનજરૂરી દુકાનો સજ્જડ બંધ જોવા મળી. સુરેન્દ્રનગરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થતા કોરોનાની ચેઇન તોડવા માટે તારીખ 28 એપ્રિલ થી 2 મે સુધી એમ પાંચ દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન રાખવાનો નિર્ણય વેપારીઓ દ્વારા લેવામાં આવ્યો છે.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજના આગેવાને શાળાની બિલ્ડિંગ અને બસો કોવિડની કામગીરી માટે અર્પણ કરી

ત્યારે આજે પ્રથમ દિવસે સુરેન્દ્રનગર ટાવર રોડ, જવાહર ચોક, વિઠ્ઠલ પ્રેસ રોડ, હેન્ડલૂમ ચોક, આંબેડકર ચોક, બસ સ્ટેન્ડ પાસેનો વિસ્તાર સહિતના વિસ્તારોમાં બિન જરૂરી માલસામાન વેચાણ કરતા દુકાનદારોએ પોતાની દુકાન, ધંધા-રોજગાર બંધ રાખીને શહેરીજનોના આરોગ્યની સ્વાસ્થ્યની ચિંતા વ્યકત કરીને કોરોનાની ચેઇન તોડવા સ્વૈચ્છિક લોકડાઉન રાખી દુકાનો બંધ રાખતા નજરે પડ્યા હતા.

સુરેન્દ્રનગર ખમીસાણા પાસે પરણિત યુવકનાં આપઘાત બાદ માનસિક ત્રાસ આપનાર ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

વધુ સમાચાર માટે…