Site icon સોહમ 24 ન્યુઝ

દસ વર્ષ જૂના આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે તાકીદ

Aadhaar Card Update – દસ વર્ષ જૂના આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે તાકીદ

સુરેન્દ્રનગર યુઆઇડી નોડલ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે છેલ્લા દસ વર્ષથી આધાર કાર્ડ ઓળખના પુરાવા તરીકે સૌથી વ્યાપક રીતે ઉભરી આવેલ છે. વિવિધ સરકારી સેવાઓનો લાભ લેવા માટે આધારકાર્ડ એક અનિવાર્ય દસ્તાવેજ છે.

તાજેતરમાં યુનિક આઇડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઈન્ડીયા (યુ.આઇ.ડી.એ.આઇ.)ભારત સરકારની તા.19/09/2022 ની કચેરી યાદીથી જે રહેવાસીઓએ 10 વર્ષથી વધુ સમય પહેલા આધારકાર્ડ કઢાવ્યું હોય અને તેટલા સમયગાળા દરમ્યાન કોઇ આધાર અપડેશન (સુધારા-વધારા) કરવામાં આવેલ ન હોય અને રહેવાસી તે જ સરનામા પર રહેતા હોયતેવા રહેવાસીઓએ સરકારી સેવાઓનો અવિરત લાભ લેવા માટે નિયત કરેલ દસ્તાવેજો સાથે આધારકાર્ડ રી-વેલીડેટ/અપડેટ કરવા જણાવેલ છે.

તે માટે સરકારશ્રી દ્વારા રૂ.50/-(અંકે રૂપિયા પચાસ પુરા)નો દર નક્કી કરવામાં આવેલ છે. આ અંગે અત્રેના જિલ્લામાં આવેલા નજીકના આધાર નોંધણી કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી જનરલ હોસ્પિટલમાં કોવિડ સામેની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે મોકડ્રીલ યોજાઈ

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Exit mobile version