વલસાડ જિલ્લા કલેક્ટરનો નવતર પ્રયોગ ઘરે બેઠા સારવાર ડોક્ટર આપના દ્વાર
- વલસાડ જિલ્લા કલેક્ટરનો નવતર પ્રયોગ ઘરે બેઠા સારવાર ડોક્ટર આપના દ્વાર.
- કલેકટર આર.આર.રાવલ દ્વારા શરૂ કરવામાં આવેલ નવતર પ્રયોગ ઘરે બેઠા સારવાર ડોક્ટર આપના દ્વારને ખૂબ જ સારી સફળતા મળવા પામી છે.
- ઘરે બેઠા સારવાર ડોક્ટર આપના દ્વાર હેઠળ જિલ્લાની 51 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા 7 અર્બન હેલ્થ સેન્ટર
- આરોગ્યની ટીમ દ્વારા રોજે રોજ દર્દીનું સુપરવિઝન અને મોનિટરિંગ કરવામાં આવે છે.
વલસાડ જિલ્લા કલેક્ટરનો નવતર પ્રયોગ ઘરે બેઠા સારવાર ડોક્ટર આપના દ્વાર. વલસાડ જિલ્લામાં કલેકટર આર.આર.રાવલ દ્વારા શરૂ કરવામાં આવેલ નવતર પ્રયોગ ઘરે બેઠા સારવાર ડોક્ટર આપના દ્વારને ખૂબ જ સારી સફળતા મળવા પામી છે.
વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા સામાન્ય બિમારીમાં લોકોને પોતાના ઘરઆંગણે સારવાર મળી રહી છે. ઘરે બેઠા સારવાર ડોક્ટર આપના દ્વાર હેઠળ જિલ્લાની 51 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા 7 અર્બન હેલ્થ સેન્ટર નામની મેડિકલ ઓફિસરના તાબા હેઠળના કોઈપણ નાગરિક કે પોતાના પરિવારમાં તાવ, શરદી, ઉધરસ કે ખાંસી હોય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નંબર ઉપર સંપર્ક કરી નામ નોંધાવવાનું રહે છે.
સુરેન્દ્રનગર વઢવાણ આનંદભુવન ખાતે 200 બેડ સાથે કોવિડ સેન્ટર કાર્યરત કરવાની કવાયત હાથ ધરવામાં આવી
જે આધારે આરોગ્યની ટીમ ધનવંતરી રથ દ્વારા દર્દીની મુલાકાત લઇ તે દર્દીને ઘરે બેઠા યોગ્ય સારવાર આપવામાં આવે છે. આરોગ્યની ટીમ દ્વારા રોજે રોજ દર્દીનું સુપરવિઝન અને મોનિટરિંગ કરવામાં આવે છે. જો બીમારીમાં વધારો થાય અને રિકવરી ન આવે તેવા દર્દીને સરકારી કે અન્ય યોગ્ય હોસ્પિટલમાં તપાસ તથા સારવાર માટે રીફર કરવામાં આવે છે. ઘરે બેઠા સારવાર ડોક્ટર આપના દ્વાર પહેલનો લોકોને વધુમાં વધુ લાભ લેવા માટે વલસાડ જિલ્લા કલેકટર આર.આર.રાવલએ ખાસ અનુરોધ કર્યો છે.
સુરેન્દ્રનગરના મુળી તાલુકામાં ડબલ ઋતુનો અહેસાસ થવાના કારણે વાઇરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો