દરેક વ્યક્તિમાં કોઇક પ્રકારની ટેલેન્ટ હોય છે આ ટેલેન્ટને બહાર લાવવા રૂટિન વર્કમાં લોકડાઉન જરૂરી છે

Photo of author

By SOHAM 24 NEWS

દરેક વ્યક્તિમાં કોઇક પ્રકારની ટેલેન્ટ હોય છે

આ ટેલેન્ટને બહાર લાવવા રૂટિન વર્કમાં લોકડાઉન જરૂરી છે

  • ગુજરાત સરકારે 20 શહેરમાં રાત્રિના 8 થી સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન કરફ્યુનો અમલ શરૂ કરી દીધો.
  • લોકડાઉન વાયરલની ચેઈન તોડવામાં ઉપયોગી થશે.
  • અમે આ લોક-ડાઉનને સખત શબ્દોમાં હળવાસથી આવકારીએ છીએ.
  • વર્ષના 12 માહિનામાં એક મહિનો દરેક વ્યક્તિએ પોતાની રીતે લોક-ડાઉન રાખવું જોઈએ.
દરેક વ્યક્તિમાં કોઇક પ્રકારની ટેલેન્ટ હોય છે આ ટેલેન્ટને બહાર લાવવા રૂટિન વર્કમાં લોકડાઉન જરૂરી છે
દરેક વ્યક્તિમાં કોઇક પ્રકારની ટેલેન્ટ હોય છે આ ટેલેન્ટને બહાર લાવવા રૂટિન વર્કમાં લોકડાઉન જરૂરી છે

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થતા ગુજરાત હાઇકોર્ટની સૂચના મુજબ ગુજરાત સરકારે 20 શહેરમાં રાત્રિના 8 થી સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન કરફ્યુનો અમલ શરૂ કરી દીધો.

લોકડાઉન વાયરલની ચેઈન તોડવામાં ઉપયોગી થશે. અને તેના હિસાબે સંક્રમણ ઓછું થશે. જરૂરી તકેદારી ન રાખવાના કારણે અને માણસો વધુને વધુ સંખ્યામાં બહાર નીકળતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું.

મે આ લોક-ડાઉનને સખત શબ્દોમાં હળવાસથી આવકારીએ છીએ. થોડી તકલીફ લોક-ડાઉનના કારણે થશે પરંતુ જીવતા રહેશું તો બધી વસ્તુને માણી શકીશું.

મારી નજરે તો લોક-ડાઉનને કાયમી દરજ્જો આપી દેવો જોઈએ. વર્ષના 12 માહિનામાં એક મહિનો દરેક વ્યક્તિએ પોતાની રીતે લોક-ડાઉન રાખવું જોઈએ.

તત દોડીને હાંફી જતા માણસને ખબર નથી કે તે શેના માટે દોડે છે. પોતાને શું મેળવવું છે તેની તેને ખબર નથી. આ માટે જો દર વરસે એક મહિનાનું લોક-ડાઉન આવે તો માણસને ખબર પડે કે મનુષ્ય જન્મ શું છે.

લોક-ડાઉનને કારણે સતત વ્યસ્ત રહેતા માણસને ખબર પડે છે કે તેને કેટલો સમય કેવી બાબતમાં વેડફી નાખ્યો.

મારી નજરે દરેક જે વ્યવસાયમાં છે તેમાંથી દર વરસે 15 દિવસ અથવા 30 દિવસનો વિરામ લેવો જોઈએ. અને 30 દિવસ અન્ય બ્રાન્ચમાં ઓતપ્રોત થવું જોઈએ. તેને અન્ય બ્રાન્ચમાં ખૂબ મજા આવશે. ફ્રેશ થઈ જશો
અને માણસ અને માણસાઈની ખૂબ નજીક પહોંચી જશો.

થાનગઢમાં આંગડિયા પેઢીના કર્મચારી પર મરચાની ભૂકી નાંખી લાખોની લૂંટ

માણસ રૂપિયા કમાવવા શરીરની પરવા કરતો નથી. પરિણામ સ્વરૂપે તે બિમાર પડે છે અને બિમારીમાંથી સાજા થવા કમાયેલા રૂપિયા વાપરી નાખે છે.

ડૉ.નથવાણીસાહેબ સુરેન્દ્રનગરમાં પ્રાઈવેટ પ્રેક્ટિસ કરે છે તેઓ કુશળ સર્જન છે. અનેક દર્દીઓને સાજા કરેલ છે. પણ જેટલા મેડિકલ ફિલ્ડમાં એક્ટિવ છે તેટલા જ સાહિત્યના ફિલ્ડમાં પણ એક્ટિવ છે. અનેક વિષયો ઉપર
પોતાનો અભિપ્રાય આપે છે. સાહિત્યના તમામ અપડેટથી વાકેફ હોય છે. શબ્દોથી રચના દ્વારા કોઈપણ બાબતને રસપ્રદ બનાવે છે. અને જિંદગી જીવવાની મોજને મસ્તીથી માણે છે.

રેક વ્યક્તિ કોઇક પ્રકારની ટેલેન્ટ હોય છે. આ ટેલેન્ટને બહાર લાવવા રૂટિન વર્કમાં લોકડાઉન લાવવું જરૂરી છે.

તત ‘ચા‘ પિતા હોય તો કયારેક કોફીનો ટેસ્ટ પણ કરવો જોઈએ. સતત પેટ ભરીને જમતા લોકોએ કયારેક ઉપવાસ પણ કરી લેવો. આ બધી બાબત લોક-ડાઉનનો એક પ્રકાર જ છે.

વ્યસ્ત જિંદગીમાં લોક-ડાઉન લાવવું જોઈએ. એના કારણે દરેકમાં છૂપાયેલી અન્ય ટેલેન્ટને બહાર આવવાનો મોકો મળશે.

મે જિંદગી કેવી જીવો છો ? કોના માટે જીવો છો ? શા માટે જીવો છો ? તે તમામની ખબર આ લોક-ડાઉન દ્વારા જાણવા મળશે.

લોક-ડાઉનનું મહત્વ સમજી જિંદગીને સમજવાનો પ્રયત્ન કરી લેશો તો તમામ બાબત આસાન થઈ જશે.

વલસાડ જિલ્લા કલેક્ટરનો નવતર પ્રયોગ ઘરે બેઠા સારવાર ડોક્ટર આપના દ્વાર

વધુ સમાચાર માટે…