વઢવાણ સુરેન્દ્રનગર ડીડીઓના માર્ગદર્શન હેઠળ વિવિધ હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા
- સુરેન્દ્રનગર જિલ્લામાં હોમ આઇસોલેશન દર્દીઓ માટે ડીડીઓના માર્ગદર્શન હેઠળ વિવિધ હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા.
સુરેન્દ્રનગર જિલ્લામાં હોમ આઇસોલેશન દર્દીઓ માટે ડીડીઓના માર્ગદર્શન હેઠળ વિવિધ હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા. સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા જતા કોરોના કેસ વચ્ચે હોમ આઇસોલેશન દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે ત્યારે દર્દીઓ તેમજ તેમના પરિવારોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તેને ધ્યાને રાખીને જિલ્લા વિકાસ અધિકારી એસ.કે હુડ્ડાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ચંદ્રમણીકુમારે જિલ્લા તથા તાલુકાકક્ષાએ હેલ્પલાઇન નંબરો શરૂ કર્યા છે.
વઢવાણ સુરેન્દ્રનગરની ન્યુ સરદાર પટેલ વિદ્યાલય ખાતે ડિજિટલ મોનીટરીંગ સિસ્ટમ સાથેનું કોવિડ સેન્ટર
જેમાં જિલ્લા કક્ષાએ 90544 82108 નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લાના ચુડા, ચોટીલા, ધ્રાંગધ્રા, પાટડી, સાયલા, થાનગઢ, વઢવાણ, લીંમડી સહિતના તાલુકા મથકો ઉપર પણ જુદા-જુદા હેલ્પલાઇન નંબરો કાર્યરત કરવામાં આવ્યાનું જાહેર કરવામાં આવ્યું છે.