સુરેન્દ્રનગર પૂર્વ પાલિકા પ્રમુખનાં અંતિમ દર્શન વેળાએ જિલ્લાનાં સમાહર્તા કલેક્ટર કે.રાજેશ રડી પડ્યા

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર પૂર્વ પાલિકા પ્રમુખનાં અંતિમ દર્શન વેળાએ જિલ્લાનાં સમાહર્તા કલેક્ટર કે.રાજેશ રડી પડ્યા

  • સુરેન્દ્રનગર પૂર્વ પાલિકા પ્રમુખના અંતિમ દર્શન વેળાએ જિલ્લાના સમાહર્તા રડી પડ્યા.
  • લાંબી સારવાર બાદ દુઃખદ અવસાન થતાં સુરેન્દ્રનગરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
  • ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોમાં પણ શોખનું મોજુ ફરી વળ્યું છે.
સુરેન્દ્રનગર પૂર્વ પાલિકા પ્રમુખનાં અંતિમ દર્શન વેળાએ જિલ્લાનાં સમાહર્તા કલેક્ટર કે.રાજેશ રડી પડ્યા
સુરેન્દ્રનગર પૂર્વ પાલિકા પ્રમુખનાં અંતિમ દર્શન વેળાએ જિલ્લાનાં સમાહર્તા કલેક્ટર કે.રાજેશ રડી પડ્યા

સુરેન્દ્રનગર પૂર્વ પાલિકા પ્રમુખના અંતિમ દર્શન વેળાએ જિલ્લાના સમાહર્તા રડી પડ્યા. સુરેન્દ્રનગર માટે વિકાસની હરણફાળ ભરીને સુરેન્દ્રનગરની નવી ઊંચાઇના શિખરો ઉપર લઈ જનાર સુરેન્દ્રનગર પાલિકાના પૂર્વ પ્રમુખ વિપીનભાઈ ટોળીયા કોરોના સંક્રમિત થયા બાદ તેઓનું આખરે લાંબી સારવાર બાદ દુઃખદ અવસાન થતાં સુરેન્દ્રનગરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરની ત્રણ જગ્યા ઉપર દર્દીઓ માટે ૩૦૦ ફ્રૂટના પેકેટનું વિતરણ

ત્યારે સુરેન્દ્રનગરના સમાહર્તા એવા કલેકટર કે.રાજેશ પણ તેઓના અંતિમ દર્શન ઉપસ્થિત રહીને રડી પડ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર શહેરમાં અનેક વિકાસકીય કામોને હાથ ધરીને સુરેન્દ્રનગરને વધુ સુવિધા સભર બનાવવા પૂર્વ પાલિકા પ્રમુખનું મહત્વનું યોગદાન રહેલું છે ત્યારે આવા બહુમુખી પ્રતિભાશાળી ભાજપ આગેવાનનું દુઃખદ અવસાન થતાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોમાં પણ શોખનું મોજું ફરી વળ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગર ડીડીઓના માર્ગદર્શન હેઠળ વિવિધ હેલ્પલાઇન નંબરો જાહેર કરાયા

વધુ સમાચાર માટે…