વઢવાણ સુરેન્દ્રનગર ધોળી ધજા ડેમમાં ડૂબી રહેલ મામા ભાણેજને બહાર કાઢી માનવ જિંદગી બચાવી
- સુરેન્દ્રનગર ધોળી ધજા ડેમમાં ડૂબી રહેલી બે લોકોના જીવ બચાવાયા.
- બચાવો-બચાવોની બૂમો પંકજ જાદવ નામના વ્યક્તિએ સાંભળી
- બંનેની માનવ જિંદગી બચાવીને માનવ ધર્મ નીભાવ્યો

સુરેન્દ્રનગર ધોળી ધજા ડેમમાં ડૂબી રહેલી બે લોકોના જીવ બચાવાયા. સુરેન્દ્રનગર ધોળી ધજા ડેમ ઉપર બે લોકો નાહવા ગયા બાદ અચાનક ડૂબવા લાગતા બચાવો-બચાવોની બૂમો પંકજ જાદવ નામના વ્યક્તિએ સાંભળી હતી. આથી તેઓએ પોતાના જીવની પરવા કર્યા વિના ડેમના પાણીમાં ઝંપલાવી બંને લોકોના જીવ બચાવ્યો હતો.
સુરેન્દ્રનગર કુંડળ ધામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું
આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ તારીખ 27 જૂનને રવિવારે સાંજના સમયે મામા ભાણેજનો પગ એકાએક
લપસી જતાં પાણીમાં ડૂબવા લાગ્યા હતા ત્યારે પોતાના જીવની પરવા કર્યા વિના ત્યાં હાજર રહેલ પંકજ જાદવ નામના વ્યક્તિએ બંનેની માનવ જિંદગી બચાવીને માનવ ધર્મ નીભાવ્યો હતો.