વઢવાણ સુરેન્દ્રનગર કોરોનાના વધતા સંક્રમણને કારણે જિલ્લા એસ.ટી.ડેપોમાં 70 ટકા પેસેન્જરોનો ઘટાડો નોંધાયો
- સુરેન્દ્રનગર એસ.ટી. ડેપોને 70 ટકા જેટલા પેસેન્જરનો ઘટાડો જોવા મળ્યો છે.
- સુરેન્દ્રનગરનું એસ.ટી. સ્ટેન્ડ આવેલું છે તે સુમશાન નજરે પડી રહ્યું છે
- કોરોના સંક્રમણ વકરતુ જઈ રહ્યું હોય ત્યારે લોકો પોતાના ઘરમાં સ્વૈચ્છીક રહેવાનું વિચારી રહ્યા છે.
- માત્ર 30 ટકા પેસેન્જરો લઈને સુરેન્દ્રનગર એસટી ડેપોની બસો ગ્રામ્ય અને શહેરીમાં ચાલી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણના પગલે સુરેન્દ્રનગર એસ.ટી. ડેપોને 70 ટકા જેટલા પેસેન્જરનો ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, એક તરફ જિલ્લામાં સતત કોરોના સંક્રમણ વકરતુ જઈ રહ્યું છે ત્યારે જિલ્લાનું મુખ્ય સુરેન્દ્રનગરનું એસ.ટી. સ્ટેન્ડ આવેલું છે તે સુમશાન નજરે પડી રહ્યું છે ત્યારે એક તરફ જિલ્લામાં સતત કોરોના સંક્રમણ વકરતુ જઈ રહ્યું હોય ત્યારે લોકો પોતાના ઘરમાં સ્વૈચ્છીક રહેવાનું વિચારી રહ્યા છે.
કારણ કે મુસાફરી કરતા જીવ મહત્વનો છે. તે જિલ્લાવાસીઓ સમજી રહ્યા છે. તે જિલ્લા માટે સારી બાબત ગણી શકાય ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણના કારણે સુરેન્દ્રનગર એસ.ટી. ડેપોને 70 ટકા જેટલી પેસેન્જરના ઘસારામાં ઘટાડો જોવા મળ્યો છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર ગ્રામ્ય વિસ્તારોમાં જે બસ ચાલી રહી છે. તે બસોના પેસેન્જરો પણ પૂરતી સંખ્યામાં ન થતા હાલમાં ડેપો મેનેજર દ્વારા આવી ગ્રામ્ય વિસ્તારોની રૂટની બસો બંધ કરવામાં આવી છે.
સુરસાગર ડેરી દ્વારા પ્રતિ કીલો ફેટ દીઠ રૂ.૧૦ નો વધારો કરાશે
ત્યારે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર ડેપો મેનેજર દ્વારા જણાવવામાં આવેલી વિગતો અનુસાર સુરેન્દ્રનગર 70 ટકા જેટલા પેસેન્જરોનો હાલમાં કોરોના સંક્રમણ ને પગલે ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે માત્ર 30 ટકા પેસેન્જરો લઈને સુરેન્દ્રનગર એસટી ડેપોની બસો ગ્રામ્ય અને શહેરીમાં ચાલી રહી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણ સુરેન્દ્રનગર
એસ.ટી. ડેપોને પણ વર્તાવા પામી છે લોકો ઘરમાં રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે.