અનેક ગામોમાં સ્વૈછિક આંશિક લોકડાઉન
- કોરોનાએ આખી દુનિયાને ભરડામાં લીધી છે અને દરરોજ હજારો લોકો તેના ખપ્પરમાં હોમાઇ રહ્યા છે.
- સુરેન્દ્રનગર સ્મશાનમાં પણ દરરોજ આઠથી દસ મૃતદેહોને કોરોના પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.
- સુરેન્દ્રનગરના સ્મશાનમાં 14 મૃતકના કોરોનાની માર્ગદર્શિકા મુજબ અગ્નિ સંસ્કાર કરાયા હતા. તો સરકારી તંત્રે પાંચ મૃત્યુ પામ્યાનું જાહેર કરેલ.
- સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં તમામ વેપારીઓ તા.30 એપ્રિલ સુધી બપોરના 3 વાગ્યા સુધી જ વેપાર-ધંધા ચલુ રાખશે.
કોરોનાએ આખી દુનિયાને ભરડામાં લીધી છે અને દરરોજ હજારો લોકો તેના ખપ્પરમાં હોમાઇ રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર સ્મશાનમાં પણ દરરોજ આઠથી દસ મૃતદેહોને કોરોના પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. મંગળવારે સુરેન્દ્રનગરના સ્મશાનમાં 14 મૃતકના કોરોનાની માર્ગદર્શિકા મુજબ અગ્નિ સંસ્કાર કરાયા હતા. તો સરકારી તંત્રે પાંચ મૃત્યુ પામ્યાનું જાહેર કરેલ. ધ્રાંગધ્રામાં 10 દર્દીના મોત થયાની વિગતો બહાર આવી હતી. જિલ્લામાં અત્યાર સુધીમાં 247 મૃત્યુ થયા છે.
કોરોનાની મહામારીમાં હવે કેટલાક ગામ લોકોએ સ્વૈછિક રીતે આંશિક લોકડાઉન જાહેર કર્યું છે.
તુઝસે નારાજ નહીં જિંદગી હૈરાન હું મેં…
સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં તમામ વેપારીઓ તા.30 એપ્રિલ સુધી બપોરના 3 વાગ્યા સુધી જ વેપાર-ધંધા ચલુ રાખશે. એવું કરિયાણા એસોસિએશનના પ્રમુખ બાબુલાલ પ્રજાપતિએ જાહેર કર્યું છે. બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર, ચોટીલા જલારામ મંદિર, ચોટીલા સૂરજદેવળનું મંદિર, પાટડી રણમાં આવેલ વાછડા દાદાનું મંદિર, વઢવાણ ગણપતિ ફાટસર મંદિર, શહેરના જવાહર ચોકમાં આવેલ સ્વામિનારાયણ મંદિર સહિત જિલ્લામાં તથા ગુજરાતભરમાં મોટા ભાગના ધાર્મિક સ્થળો 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાની જાહેરાત કરી દેવામાં આવી છે.
વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં વેપારીઓ અને દુકાનદારો દ્વારા આજથી સ્વૈછિક લોકડાઉનનો કડક અમલ