વઢવાણ સુરેન્દ્રનગર દૂધરેજ નર્મદા કેનાલમાં રાજકોટના યુવાને ઝંપલાવતા ચકચાર મચી

Photo of author

By SOHAM 24 NEWS

વઢવાણ સુરેન્દ્રનગર દૂધરેજ નર્મદા કેનાલમાં રાજકોટના યુવાને ઝંપલાવતા ચકચાર મચી

  • દૂધરેજ નર્મદા કેનાલમાં રાજકોટના યુવાને ઝંપલાવતા ચકચાર મચી
  • ફાયર વિભાગની ટીમ અને એ ડિવિઝન પોલીસ કાફલો દોડી ગયો.
  • ઇકો કારમાં આવેલા યુવકની ગાડીમાં સુસાઇડ નોટ મળી આવતા એ ડિવિઝન પોલીસે ઇકો ગાડી કબજે કરી
વઢવાણ સુરેન્દ્રનગર દૂધરેજ નર્મદા કેનાલમાં રાજકોટના યુવાને ઝંપલાવતા ચકચાર મચી
વઢવાણ સુરેન્દ્રનગર દૂધરેજ નર્મદા કેનાલમાં રાજકોટના યુવાને ઝંપલાવતા ચકચાર મચી

સુરેન્દ્રનગર દૂધરેજ નર્મદા કેનાલમાં રાજકોટના યુવાને ઝંપલાવતા ચકચાર મચી ઘટનાસ્થળે ફાયર વિભાગની ટીમ અને એ ડિવિઝન પોલીસ કાફલો દોડી ગયો. નર્મદા કેનાલમાં ડૂબી યુવાન રાજકોટનો કોળી પટેલ હોવાનું ખુલવા પામ્યું.

વઢવાણ સુરેન્દ્રનગર દૂધરેજ નર્મદા કેનાલમાં રાજકોટના યુવાને ઝંપલાવતા ચકચાર મચી

સુરેન્દ્રનગર ઇકો કારમાં આવેલા યુવકની ગાડીમાં સુસાઇડ નોટ મળી આવતા એ ડિવિઝન પોલીસે ઇકો ગાડી કબજે કરી વધુ તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાની ફાયર વિભાગની તરવૈયા ટીમે દુધરેજ નર્મદા કેનાલમાં શોધખોળ હાથ ધરી. સુરેન્દ્રનગર શહેરમાં પસાર થતી દૂધરેજ નર્મદા કેનાલમાં એક યુવાને ઝંપલાવ્યા હોવાની માહિતી સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પંડ્યાને જાણ થતાં ફાયર વિભાગના સુપ્રિટેન્ડ છત્રપાલસિંહ ઝાલા અને ફાયરવિભાગના ઈન્ચાર્જ દેવાંગભાઇ દુધરેજીયાની સૂચનાથી ઘટનાસ્થળે ફાયરની ટીમ જેમાં ગોપાલભાઈ બારૈયા, અમૃત કલોત્રા, ચેતનભાઇ, રાહુલભાઈ ડોડીયા, ચિરાગભાઇ જોષી, રાહુલભાઇ રાવળદેવ સહિતની તરવૈયા ટીમ ઘટના સ્થળે દોડી જઇ દુધરેજ નર્મદા કેનાલમાં યુવાનની શોધખોળ હાથ ધરી હતી.

વઢવાણ સુરેન્દ્રનગરના જોરાનગર ખાતે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

ઘટનાના પગલે એ ડિવિઝન પોલીસ ટીમે ઘટનાસ્થળે દોડી જઇ તપાસ કરતાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ યુવાન રાજકોટ થી સુરેન્દ્રનગર ઇકો કાર GJ 03 JR 6773 ઇકો ગાડી લઈને આવ્યો હતો અને કેનાલ પાસે ઇકો કાર ઊભી રાખી કેનાલમાં ધૂમકો માર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે અને ડુબેલા યુવાનની ઇકો કારમાંથી સુસાઇડ નોટ મળી આવી છે. તેમજ આ યુવકનું નામ પીન્ટુભાઇ વજુભાઈ વાલાણી તળપદા કોળી પટેલ ઉંમર 30 રહેવાનું રાજકોટ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ યુવાન સુરેન્દ્રનગર દુધરેજ કેનલમાં ધૂમકો માર્યો હોવાની માહિતી મળી રહી છે અને સંયુક્ત નગરપાલિકાની ફાયરની ટીમે આ કોળી યુવાનની શોધખોળ હાથ ધરી છે.

વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરવા મંત્રી અને સચિવની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ

વધુ સમાચાર માટે…