વઢવાણ સુરેન્દ્રનગર તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તા ઉપર એટ્રોસીટી એક્ટ મુજબ કાર્યવાહી કરવાની માંગ
- તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તા ઉપર એટ્રોસીટી એક્ટ મુજબ કાર્યવાહી કરવા માટે રજૂઆત
- મુનમુન દત્તા ઉર્ફે બબીતાજી દ્વારા વાલ્મિકી સમાજને સંબોધિત કરી અને શબ્દનુ ઉચ્ચારણ
- સુરેન્દ્રનગર વાલ્મિકી સમાજમાં રોષની લાગણી
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તા ઉપર એટ્રોસીટી એક્ટ મુજબ કાર્યવાહી કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયાને રજૂઆત કરવામાં આવી છે.
થોડા સમય પહેલાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબીતાજી દ્વારા વાલ્મિકી સમાજને સંબોધિત કરી અને શબ્દનુ ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું.
જેને લઇને સુરેન્દ્રનગર વાલ્મિકી સમાજમાં રોષની લાગણી વ્યાપી જવા પામી હતી. ત્યારે આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયાને લેખિતમાં વાલ્મિકી સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબીતાજી સામે અનુસૂચિત જાતિ તથા અનુસુચિત જન જાતિ અત્યાચાર નિવારણ સુધારણા અધિનિયમ-115 એટલે કે એટ્રોસીટી એક્ટ દાખલ કરીને અને કાયદેસરની કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે.
વઢવાણ સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ પાછળ લોકડાઉનમાં વસ્તુ આપવાની ના પાડતા, ઈસમે હુમલો કર્યો
કહ્યું કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તાએ જાતિય ટિપ્પણી કરી અપમાનિત કર્યા છે. તેના પ્રત્યાઘાતો પૂરા દેશ અને અલગ-અલગ રાજ્યોમાં પડ્યા છે.
આજે સુરેન્દ્રનગરમાં પણ તેના પ્રત્યાઘાતો જોવા મળે છે આજે અમે એસ.પી.સાહેબને ફરિયાદ લેખિતમાં આપ્યે છીએ. અને અમે એટ્રોસીટી એક્ટ મુજબ જે કાઇ ગુનો નોધવામાં આવે તેવી માંગણી કરીએ છીએ અને જીરોથી ફરિયાદ નોંધીને તેની અમે કડકમાં કડક પગલા લેવાય તેવી સુરેન્દ્રનગર વાલ્મિકી સમાજની માંગણી છે.
ત્યારે વાલ્મિકી એકતા મંચ સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર મયુરભાઈ પાટડીયા સામાજિક કાર્યકર હિતેશભાઈ બારૈયા તથા વાલ્મિકી સમાજના આગેવાનો જિલ્લા પોલીસ વડા સમક્ષ ગયા હતા અને લેખિત રજૂઆત કરી અને એટ્રોસીટી એક્ટ મુજબ કાર્યવાહી કરવાની રજૂઆત સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડ્યા કરી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર ભાવનગર વચ્ચે દોડતી ચાર જેટલી પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી