ઈસ્લામ છોડીને હિન્દુ બન્યા વસીમ રિઝવી, યતિ નરસિંહાનંદે કરાવી ઘર વાપસી

Photo of author

By SOHAM 24 NEWS

ઈસ્લામ છોડીને હિન્દુ બન્યા વસીમ રિઝવી, યતિ નરસિંહાનંદે કરાવી ઘર વાપસી

કુરાનોની આયાતોને હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી આપનારા વસીમ રિઝવીએ હિન્દુ ધર્મ સ્વીકારી લીધો છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના ડાસના દેવી મંદિર શિવ શક્તિ ધામના મહંત યતિ નરસિંહાનંદ ગિરિ મહારાજે વસીમ રિઝવીને સનાતન ધર્મ ગ્રહણ કરાવ્યો.

Google News Follow Us Link

ઈસ્લામ છોડીને હિન્દુ બન્યા વસીમ રિઝવી, યતિ નરસિંહાનંદે કરાવી ઘર વાપસી

  • શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવી આજે ઈસ્લામ ધર્મ છોડીને હિન્દુ બની ગયા.
  • મહંત યતિ નરસિંહાનંદ ગિરિ મહારાજે વસીમ રિઝવીને સનાતન ધર્મ ગ્રહણ કરાવ્યો. 

શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવી આજે ઈસ્લામ ધર્મ છોડીને હિન્દુ બની ગયા. કુરાનોની આયાતોને હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી આપનારા વસીમ રિઝવીએ હિન્દુ ધર્મ સ્વીકારી લીધો છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના ડાસના દેવી મંદિર શિવ શક્તિ ધામના મહંત યતિ નરસિંહાનંદ ગિરિ મહારાજે વસીમ રિઝવીને સનાતન ધર્મ ગ્રહણ કરાવ્યો.

વસીમ રિઝવીએ હિન્દુ ધર્મ સ્વીકાર્યો

અત્રે જણાવવાનું વસીમ રિઝવી તે સમયે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે સુપ્રીમ કોર્ટમાં કુરાનની આયાતો હટાવવા માટે અરજી કરી હતી. ત્યારબાદ અનેક અલ્પસંખ્યક સંગઠનોએ તેમનો વિરોધ કર્યો હતો. પછી વસીમ રિઝવીના પુસ્તકને લઈને પણ ખુબ વિવાદ થયો હતો. મોટી સંખ્યામાં હિન્દુ ધર્મગુરુઓએ વસીમ રિઝવી હિન્દુ બનતા તેમનું સ્વાગત કર્યું છે.

શું તમે જાણો છો કે પૃથ્વી પર પાણી ક્યાંથી આવ્યું? વૈજ્ઞાનિકોએ આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો

વસીમ રિઝવીની વસીયત

થોડા સમય પહેલા વસીમ રિઝવીએ પોતાની વસિયતમાં લખ્યું હતું કે મૃત્યુ બાદ તેમને દફનાવવાની જગ્યાએ તેમના હિન્દુ ધર્મના રીતિ રિવાજ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવે. જો કે મુસ્લિમ સમુદાયનું કહેવું છે કે ઈસ્લામ અને શિયાઓને તેની સાથે કોઈ લેવા દવા નથી.

અમદાવાદ વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર જાહેર થયું, ઇઝરાયલનું તેલ અવીવ વિશ્વનું સૌથી મોંઘું શહેર, સીરિયાનું દમાસ્કસ સૌથી સસ્તું

– કટ્ટરપંથીઓ વસીમ રિઝવીને આપી ચૂક્યા છે ધમકી

નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ વસીમ રિઝવીએ એક વીડિયો પણ બહાર પાડ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમની હત્યાનું ષડયંત્ર રચાઈ રહ્યુ છે. કટ્ટરપંથીઓ તેમનું ગળું કાપવા માંગે છે. તેમણે સુપ્રીમ કોર્ટમાં કુરાનની 26 આયાતો વિરુદ્ધ અરજી દાખલ કરી છે. આથી આવું થઈ રહ્યું છે. તેમને મારવાની જાહેરાત કરાઈ છે. તેઓ કહે છે કે કબ્રસ્તાનમાં તેમને દફનાવવા માટે જગ્યા નહીં આપે. આથી તેમણે કહ્યું કે મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવે. તેમની ચિતાને આગ મહંત યતિ નરસિંહાનંદ ગિરિ મહારાજ જ આપે.

વસીમ રિઝવી ઘણા સમયથી કટ્ટરપંથીઓના નિશાને છે. તેઓ કટ્ટરપંથીઓ વિરુદ્ધ ખુલીને અવાજ ઉઠાવે છે. તેમને અનેકવાર મારી નાખવાની ધમકીઓ મળેલી છે.

નાગાલેન્ડમાં સેનાના ફાયરિંગમાં 14ના મોત પર રાજકારણ શરૂ, TMC પીડિત પરિવારોને મળશે, રાહુલ ગાંધીએ કહ્યુ સરકાર સાચો જવાબ આપે

વધુ સમાચાર માટે…

ZEE૨૪ કલાક

Google News Follow Us Link