ઉર્ફી જાવેદે કેમ ‘જાવેદ અખ્તર લખેલી ટીશર્ટ પહેરી? જાણો કારણ
સોશિયલ મીડિયા પર છવાયેલી ઉર્ફી જાવેદનો એક વીડિયો હાલ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. ઉર્ફીનો આ વીડિયો મુંબઈ એરપોર્ટની બહારનો છે, જેમાં તે સફેદ ટી-શર્ટ અને બ્લેક જીન્સમાં જોવા મળી રહી છે. ઉર્ફીનો આ વીડિયો વાયરલ થવા પાછળ એક મોટું કારણ છે.
- ઉર્ફી જાવેદનો એક વીડિયો હાલ ઈન્ટરનેટ પર વાયરલ
- વીડિયોમાં ઉર્ફીએ જાવેદ અખ્તર લખેલી ટીશર્ટ પહેરી
- ટી-શર્ટ પર ‘જાવેદ અખ્તરની પૌત્રી નથી’. તેવું લખાણ
લાઈમલાઈટમાં કેવી રીતે રહેવું? તેનો જવાબ ઉર્ફી જાવેદ સરળતાથી આપી શકે છે. જી હાં, પોતાની ડ્રેસિંગ સેન્સને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી ઉર્ફી જાવેદનો એક વીડિયો હાલ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. ઉર્ફીનો આ વીડિયો મુંબઈ એરપોર્ટની બહારનો છે, જેમાં તે સફેદ ટી-શર્ટ અને બ્લેક જીન્સમાં જોવા મળી રહી છે. ઉર્ફીનો આ વીડિયો વાયરલ થવા પાછળ એક મોટું કારણ છે.
ગુજરાતના વાહન ચાલકો માટે નવી પોલિસી જાહેર: જૂના વાહનનો નંબર નવા વાહનમાં રિટેન કરી શકાશે
ઉર્ફીએ ટીશર્ટ પર લખાવ્યું જાવેદ અખ્તરનું નામ
વીડિયોમાં ઉર્ફી જાવેદે જે ટી-શર્ટ પહેરી હતી તેના પર જાવેદ અખ્તરનું નામ લખેલું હતું. તેની ટી-શર્ટ પર સ્પષ્ટ લખેલું હતું, ‘જાવેદ અખ્તરની પૌત્રી નથી’. જ્યારે ઉર્ફીને એરપોર્ટની બહાર પાપારાઝી દ્વારા પોઝ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે પોઝ આપતા કહ્યું, ‘ટી-શર્ટ પર કંઈક લખેલું છે,તેના પર કેમેરો ઝૂમ કરવામાં આવે’ તેણે આગળ કહ્યું, આ મેસેજ બધા સુધી પહોચાડવામાં આવે.કેમ કે દરેક લોકો કોમેન્ટ કરે છે કે જાવેદ અખ્તરની પૌત્રીને કંઇક શીખવાડો

ઉર્ફી જાવેદ, જાવેદ અખ્તરની પૌત્રી નથી
તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર ઘણા લોકો ઉર્ફી જાવેદને લઈને મૂંઝવણમાં છે. તેમને લાગે છે કે ઉર્ફી જાવેદ, જાવેદ અખ્તરની પૌત્રી છે. ઉર્ફી આનાથી એટલી નારાજ થઈ ગઈ કે આજે તેણીએ તેની ટી-શર્ટ પર લખવી નાખ્યું કે તે જાવેદ અખ્તરની પૌત્રી નથી. એટલું જ નહીં, ઉર્ફી હાથમાં ભગવદ ગીતા પકડેલી જોવા મળી હતી. જ્યારે પાપારાઝીએ તેને પુસ્તક બતાવવાનું કહ્યું ત્યારે ઉર્ફીએ પુસ્તક સાથે પોઝ પણ આપ્યો.
Taarak Mehta Ka Ooltah Chashmah: ફેન્સ વર્ષોથી જોઈ રહ્યા હતા જેની રાહ, આખરે તે આવી ગઈ!
ઉર્ફી ભાગવત ગીતા વાંચી રહી છે
તમને જણાવી દઈએ કે, ઉર્ફી જાવેદ ભગવદ ગીતા વાંચી રહી છે. તેણીએ તાજેતરમાં કહ્યું હતું કે, ‘હું અત્યારે ભગવદ ગીતા વાંચી રહી છું. હું ફક્ત તે ધર્મ વિશે વધુ જાણવા માંગુ છું. મને તેના તાર્કિક ભાગમાં વધુ રસ છે. હું ઉગ્રવાદને ધિક્કારું છું, તેથી હું પવિત્ર પુસ્તકમાંથી સારો ભાગ કાઢવા માંગુ છું.
92 વર્ષીય લતા મંગેશકરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ICUમાં દાખલ