વણા હાઇસ્કૂલને એક લાખનું દાન
- વણાના વતની અને રિટાયરર્ડ ડી.વાય.એસ.પી. રણધીરસિંહ રાણાના ધર્મપત્નીનું એક વર્ષ પહેલાં અવસાન થયું હતું.
- એસ.એમ.વીટી હાયર સેકન્ડરી સ્કૂલમાં ધો. 9 થી 12માં પ્રથમ, બીજો તથા ત્રીજો નંબર મેળવનારને રકમની વ્યાજમાંથી ઇનામ આપવાની જાહેરાત કરી હતી.
- વણા હાઇસ્કૂલને રૂ. 1 લાખનું દાન કરતાં પિતા-પુત્રનું હાઇસ્કૂલના આચાર્ય દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.
લખતર તાલુકાનાં વણાના વતની અને રિટાયરર્ડ ડી.વાય.એસ.પી. રણધીરસિંહ રાણાના ધર્મપત્નીનું એક વર્ષ પહેલાં અવસાન થયું હતું. સ્વ. મીનાબાની સ્મૃતિમાં તેમની યાદગીરી કાયમ જળવાઇ રહે તથા તેમના શિક્ષણ પ્રેમની ભાવનાની યાદગીરીરૂપે રૂપિયા એક લાખનું દાન પતિ રણધીરસિંહ રાણા તથા તેમના પુત્ર ડૉક્ટર યશપાલસિંહ રાણાએ વણા ખાતે આવેલ એસ.એમ.વીટી હાયર સેકન્ડરી સ્કૂલમાં ધો. 9 થી 12માં પ્રથમ, બીજો તથા ત્રીજો નંબર મેળવનારને રકમની વ્યાજમાંથી ઇનામ આપવાની જાહેરાત કરી હતી. વણા હાઇસ્કૂલને રૂ. 1 લાખનું દાન કરતાં પિતા-પુત્રનું હાઇસ્કૂલના આચાર્ય દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.
વઢવાણ સુરેન્દ્રનગરની ધોબી સોસાયટીમાં પેવર બ્લોક નાખવાની કામગીરી હાથ ધરાઇ હતી
આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નરેન્દ્રસિંહ, અગ્રણી પૃથ્વીરાજસિંહ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
થાનગઢના મોરથળા પાસે મારમારી 3.17 લાખના મુદ્દામાલની લૂંટ, પોલીસ ફરિયાદ નોંધાઇ હતી