થાનગઢના મોરથળા પાસે મારમારી 3.17 લાખના મુદ્દામાલની લૂંટ, પોલીસ ફરિયાદ નોંધાઇ હતી
- થાનગઢના મોરથળા પાસે મારમારી 3.17 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવવાની પોલીસ ફરિયાદ નોંધાઇ.
- સ્વિફ્ટ ગાડી આજથી દોઢ વર્ષ અગાઉ ફરવા જવા માગતા ઈસમે આપવાની ના પાડી હતી.
- કુલ રૂપિયા 3,17,200ના મુદ્દામાલની લૂંટ ચલાવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની થાનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
થાનગઢના મોરથળા પાસે મારમારી 3.17 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવવાની પોલીસ ફરિયાદ નોંધાઇ. થાનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવીને ફરિયાદીએ જાહેર કર્યું છે કે પોતાની સ્વિફ્ટ ગાડી આજથી દોઢ વર્ષ અગાઉ ફરવા જવા માગતા ઈસમે આપવાની ના પાડી હતી.
આથી આ બાબતનું મનદુઃખ રાખીને પૂર્વ આયોજિત કાવતરું રચી મોરથળા ગામ પાસે કાર ઉપર હુમલો કરી કાચ તોડી નાંખી તેમાં ધોકા વડે ફરિયાદી તથા સાયેદ રવિભાઈ દેત્રોજા ને માર માર્યો હતો. તેમજ ફરિયાદી પાસે રહેલ રોકડા રૂપિયા 4200 તથા મોબાઈલ ફોન અને સાહેબ પાસે રહેલ રોકડા રૂપિયા 3000 તથા મોબાઈલ ફોન અને ફરિયાદીની સ્વિફ્ટ ગાડી કિંમત રૂપિયા ૩ લાખ મળી કુલ રૂપિયા 3,17,200ના મુદ્દામાલની લૂંટ ચલાવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની થાનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવની હિતેશભાઈ ઉર્ફે હરેશભાઈ ધનજીભાઈ ગોરિયાએ થાનગઢ રહેતા કાર્તિક ઉર્ફે દેવકરણભાઈ સબુરભાઈ ભરવાડ અને અજાણ્યા બે ઈસમો મળી કુલ ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ બટુકભાઈ વાઘેલા ચલાવી રહ્યા છે.
વઢવાણ સુરેન્દ્રનગર વિઠ્ઠલ પ્રેસ રોડ ઉપર સટ્ટાના રૂપિયા બાબતે માથાકૂટ, ચાર ઇસમો સામે ફરિયાદ નોંધાઈ