સુરેન્દ્રનગર વઢવાણ આનંદભુવન ખાતે ઈન્ટરનેશનલ નર્સ ડે ની ઉજવણી કરવામાં આવી

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર વઢવાણ આનંદભુવન ખાતે ઈન્ટરનેશનલ નર્સ ડે ની ઉજવણી કરવામાં આવી

  • વઢવાણ આનંદભુવન ખાતે ઈન્ટરનેશનલ નર્સ ડે ની ઉજવણી
સુરેન્દ્રનગર વઢવાણ આનંદભુવન ખાતે ઈન્ટરનેશનલ નર્સ ડે ની ઉજવણી કરવામાં આવી
સુરેન્દ્રનગર વઢવાણ આનંદભુવન ખાતે ઈન્ટરનેશનલ નર્સ ડે ની ઉજવણી કરવામાં આવી

વઢવાણ આનંદભુવન ખાતે ઈન્ટરનેશનલ નર્સ ડે ની ઉજવણી કરવામાં આવી. સુરેન્દ્રનગરના આનંદભુવન ખાતે કોવિડ કેર સેન્ટર ખોલવામાં આવ્યું છે. ત્યારે કોરોના સંક્રમિત થતા રોગોથી દર્દીઓની સતત સારવાર કરવા માટે નર્સ પણ કામગીરી કરી રહી છે. ત્યારે આ પ્રકારનો કોઈ પણ ડર રાખ્યા વગર દરેક દર્દીઓને ટાઈમ ટુ ટાઈમ ઇન્જેક્શન, દવા સહિતની અવિરત સેવા આજે પણ નર્સ દ્વારા કરવામાં આવી રહી છે.

વઢવાણ સુરેન્દ્રનગરમાં અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રસીકરણ જાગૃતિ અભિયાન હાથ ધરવાની માંગ કરાઈ

ત્યારે આજે ઈન્ટરનેશનલ નર્સ ડે નિમિત્તે આનંદભુવન ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આનંદભુવન સહિત ગુજરાતના તમામ કોવિડ કેર સેન્ટરમાં પોતાની અને પોતાના ઘરના સભ્યોની ચિંતા કર્યા વગર દરેક દર્દીઓ કોરોના મુક્ત બને તે માટે સતત કાર્યશીલ રહીને ઈન્ટરનેશનલ નર્સ ડે ની ઉજવણી કરી હતી. તેમજ આજે ઈન્ટરનેશનલ નર્સ ડે નિમિત્તે આનંદ ભુવનમાં જાનના જોખમે દર્દીમાં દરિદ્ર નારાયણના દર્શન કરીને તમામ ફિમેલ સ્ટાફ દ્વારા ભગવાનને પ્રાર્થના કરીને ઈન્ટરનેશનલ નર્સ ડે ની ઉજવણી કરી હતી.

કોઈના ઘરે શુભ કે અશુભ પ્રસંગ હોય તો તેના ઘરે જઈને ઊભા રહેજો જરૂરી આર્થિક મદદ તરત જ કરજો પાછા લેવાની અપેક્ષા ના રાખતા !

વધુ સમાચાર માટે…