કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ્
- સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનો પારો છેલ્લા ચાર દિવસથી તેંતાલીસ (43) ડિગ્રીની આસપાસ પહોંચી ગયો હતો
- મોડી સાંજ સુધી ગરમ પવન ફૂંકાતો હતો.
- ડિહાઈડ્રેશન અને લૂ લાગવાના કિસ્સામાં પણ વધારો થયો છે.
- માથા પર ટોપી અને આંખે ગોગલ્સ પહેરેલા માલૂમ પડતા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનો પારો છેલ્લા ચાર દિવસથી તેંતાલીસ (43) ડિગ્રીની આસપાસ પહોંચી ગયો હતો. જેના કારણે સવારથી જ ગરમીનો અહેસાસ થતો હતો. લોકોએ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યાનો અનુભવ કર્યો હતો. બપોરના સમયે ફૂંકાયેલા ગરમ અને સૂકા પવનથી બચવા મોટાભાગે લોકો ઘરમાં જ પુરાઈ રહેવાનું પસંદ કર્યું હતું. શહેરની બજારો સૂમસામ ભાસતી હતી. મોડી સાંજ સુધી ગરમ પવન ફૂંકાતો હતો. જેના કારણે લોકો હેરાન-પરેશાન થઈ ગયા હતા.
વઢવાણ સુરેન્દ્રનગર એલ.સી.બી.એ રેઇડ પાડી દેશી દારૂ ઝડપી લીધો
કાળઝાળ ગરમીના કારણે ઝાલાવાડના લોકો તોબા પોકારી ઊઠ્યા હતા. આકાશમાંથી વરસી રહેલ અગનગોળા ગરમીના કારણે ડિહાઈડ્રેશન અને લૂ લાગવાના કિસ્સામાં પણ વધારો થયો છે. કાળઝાળ ગરમીથી બચવા ઘરની બહાર ન નીકળવા અને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવાની સલાહ તબીબો આપી રહ્યા છે. ગરમીથી બચવા લોકો ઠંડા પીણા, લીંબુ સરબત, આઇસ્ક્રીમનો વધુ ઉપયોગ કરે છે. માથા પર ટોપી અને આંખે ગોગલ્સ પહેરેલા માલૂમ પડતા હતા.
પોરબંદર પોલીસ દ્વારા વાવાઝોડાની ગંભીરતા અંગે દરિયાકાંઠા વિસ્તારના લોકોની માહિતી આપી