વઢવાણ સુરેન્દ્રનગર એલ.સી.બી.એ રેઇડ પાડી દેશી દારૂ ઝડપી લીધો
- સુરેન્દ્રનગર એલ.સી.બી.એ રેઇડ પાડી દેશી દારૂ ઝડપી લીધો.
- એક મહિલા સહિત બે સામે ફરિયાદ નોંધાઈ.
- સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં એલ.સી.બી. પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ જારી હતું.

સુરેન્દ્રનગર એલ.સી.બી.એ રેઇડ પાડી દેશી દારૂ ઝડપી લીધો. એક મહિલા સહિત બે સામે ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં એલ.સી.બી. પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ જારી હતું.
તે દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પાસે આવેલ રીવર ફંડ રોડ પરથી પોલીસે બાતમીના આધારે મિયાણાવાળમાં તપાસ હાથ ધરીને રેઇડ પાડી હતી. પોલીસ તપાસમાં આ બનાવમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર દેશી દારૂનો મુદ્દામાલ પોલીસે ઝડપી લઇ બે સામે ફરિયાદ નોંધી છે.
સુરેન્દ્રનગર વઢવાણ ઘરશાળા રોડ ઉપર આવેલ રસીકરણ કેન્દ્ર ઉપર વહેલી સવારથી જ લોકોનો ધસારો
આ બનાવમાં પોલીસે તાજમહમદ કમરુદિનભાઈ ખેડા તથા હાજર નહીં મળી આવેલ મરીયમબેન માણેક સામે પોલીસ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. આ બનાવની એલ.સી.બી.ના પોલીસ કર્મચારી જુવાનસિંહ મનુભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર હરદેવસિંહ નરેન્દ્રસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.