- Advertisement -
Homeલોકલ સમાચારવઢવાણ સુરેન્દ્રનગર નર્મદા કેનાલ પાસેથી ઈસમોએ નવી મોડસ ઓપરેન્ડી આદરી, સર્વેલન્સ ટીમે...

વઢવાણ સુરેન્દ્રનગર નર્મદા કેનાલ પાસેથી ઈસમોએ નવી મોડસ ઓપરેન્ડી આદરી, સર્વેલન્સ ટીમે કર્યો પર્દાફાશ

- Advertisement -

વઢવાણ સુરેન્દ્રનગર નર્મદા કેનાલ પાસેથી ઈસમોએ નવી મોડસ ઓપરેન્ડી આદરી

સર્વેલન્સ ટીમે કર્યો પર્દાફાશ

  • નવી મોડસ ઓપરેન્ડી પોલીસે પર્દાફાશ કર્યો.
  • આધાર પુરાવા માંગવા છતાં નહીં આપી શકતા પોલીસને શંકા ગઈ
  • કુલ રૂપિયા 41,470 નો મુદ્દામાલ કબજે કર્યો
વઢવાણ સુરેન્દ્રનગર નર્મદા કેનાલ પાસેથી ઈસમોએ નવી મોડસ ઓપરેન્ડી આદરી, સર્વેલન્સ ટીમે કર્યો પર્દાફાશ
વઢવાણ સુરેન્દ્રનગર નર્મદા કેનાલ પાસેથી ઈસમોએ નવી મોડસ ઓપરેન્ડી આદરી, સર્વેલન્સ ટીમે કર્યો પર્દાફાશ

સુરેન્દ્રનગર નર્મદા કેનાલ પાસેથી ઝડપાયેલા ઈસમો પાસેથી નવી મોડસ ઓપરેન્ડી પોલીસે પર્દાફાશ કર્યો. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનએ સર્વેલન્સ ટીમે લોકડાઉનમાં ગરીબોને મદદ તેમજ માનવતાના બહાને ઠગાઈ કરતા ઈસમોને ઝડપી પર્દાફાશ કર્યો છે.

બનાવમાં પોલીસને પ્રાપ્ત વિગત મુજબ પોલીસનું પેટ્રોલિંગ જારી હતી. તે દરમિયાન ટીબી હોસ્પિટલ પાસે આવેલ નર્મદા કેનાલ રોડ પર પોલીસ સ્ટાફના ધનરાજસિંહ વાઘેલા, વિજયસિંહ પરમાર, કિશનભાઇ ભરવાડ વિગેરેઓને મળેલ બાતમીના આધારે સીએનજી રીક્ષામાં શંકાસ્પદ વસ્તુ ભરીને નીકળનાર રિક્ષાચાલકને અટકાવી પૂછપરછ કરી હતી.

વઢવાણ સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં પશુ-પક્ષીઓ માટે ચણ અને ચોખ્ખું પીવાના પાણીની વ્યવસ્થા કરાઇ

જેમાં રાજુભાઈ ગાંગળીયા, રોહિતભાઈ દવે, જયેશભાઈ સંધવી સહિતના ત્રણ ઈસમોના નામ ખુલવા પામ્યા હતા. પોલીસે આ બનાવમાં તપાસ કરતાં ખાણી-પીણીનો સામાન તથા જ્યુસ મશીન અંગેના કોઈ આધાર પુરાવા માંગવા છતાં નહીં આપી શકતા પોલીસને શંકા ગઈ હતી.

આથી પોલીસે આ બાબતમાં ઇસમોને ઝડપી લઇ કુલ રૂપિયા 41,470 નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આ બનાવમાં પોલીસે ઈસમોની આગવી ઢબે પૂછપરછ કરતા નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થવા પામ્યો છે. જેમાં ઈસમોની પૂછપરછ દરમિયાન પોલીસ તપાસમાં ખુલવા પામ્યું હતું.

અમદાવાદ, રાજકોટ તથા બોટાદ ના હોલસેલ ડીલર કરિયાણાના નાના વેપારીઓના ઓનલાઈન નંબર મેળવી કોલ કરી ગરીબ લોકોને ડોનેશન કરવાના બહાને કરી કરિયાણા તથા ચીજવસ્તુઓનો મોટો જથ્થો મંગાવી ખોટા સરનામે ડીલેવરી કરવા જણાવી વચ્ચેથી થોડી વસ્તુ ઉતારી લઈ ઠગાઇ કરતા નવી મોડસ ઓપરેન્ડીનો પોલીસે પર્દાફાશ કરી નાખ્યો છે.

સુરેન્દ્રનગર વઢવાણ ગેબનશાપીર પાસે રસ્તા ઉપર ખાડાઓથી વાહન ચાલકો ત્રસ્ત, રસ્તાના સમારકામ બાબતે લોકમાંગ ઊઠી

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Smartphone – તમારો સ્માર્ટફોન વારંવાર હેંગ થઇ રહ્યો છે! તો અપનાવો આ ટિપ્સ

Smartphone - તમારો સ્માર્ટફોન વારંવાર હેંગ થઇ રહ્યો છે! તો અપનાવો આ ટિપ્સ Google News Follow Us Link ઘણા યુઝર્સને સ્માર્ટફોન જૂનો થવા પર હેંગ થવાની સમસ્યા રહે છે. જૂનો સ્માર્ટફોન હોવાને કારણે ફોનના હાર્ડવેર અને સોફ્ટવેર બંને જૂના થઈ જાય છે, જેની અસર ફોનના પરફોર્મન્સમાં જોવા મળે છે. તમે કેટલીક બાબતોનું ધ્યાન રાખશો તો તમારો જૂનો સ્માર્ટફોન પણ સ્મુથ ચાલશે. 1.આ બાબતોનું રાખો ધ્યાન ઘણીવાર જૂના સ્માર્ટફોનમાં...