સુરેન્દ્રનગર વઢવાણ ગેબનશાપીર પાસે રસ્તા ઉપર ખાડાઓથી વાહન ચાલકો ત્રસ્ત, રસ્તાના સમારકામ બાબતે લોકમાંગ ઊઠી

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર વઢવાણ ગેબનશાપીર પાસે રસ્તા ઉપર ખાડાઓથી વાહન ચાલકો ત્રસ્ત

રસ્તાના સમારકામ બાબતે લોકમાંગ ઊઠી

  • વઢવાણ ગેબનશાપીર પાસેનો મુખ્ય હાઈવે રસ્તા ઉપર ખાડા પડી જતા વાહનચાલકો ત્રસ્ત
  • રસ્તાના સમારકામ બાબતે લોકમાંગ ઊઠી.
  • રસ્તો ઉબડખાબડ બનવા સાથે બિસ્માર
  • વાહનચાલકોમાં અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે
સુરેન્દ્રનગર વઢવાણ ગેબનશાપીર પાસે રસ્તા ઉપર ખાડાઓથી વાહન ચાલકો ત્રસ્ત, રસ્તાના સમારકામ બાબતે લોકમાંગ ઊઠી
સુરેન્દ્રનગર વઢવાણ ગેબનશાપીર પાસે રસ્તા ઉપર ખાડાઓથી વાહન ચાલકો ત્રસ્ત, રસ્તાના સમારકામ બાબતે લોકમાંગ ઊઠી

વઢવાણ ગેબનશાપીર પાસેનો મુખ્ય હાઈવે રસ્તા ઉપર ખાડા પડી જતા વાહનચાલકો ત્રસ્ત બન્યા. રસ્તાના સમારકામ બાબતે લોકમાંગ ઊઠી. સુરેન્દ્રનગર થી વઢવાણને જોડતા મુખ્ય રસ્તા ઉપર આવેલ ગેબનશાપીર સર્કલ પાસેનો રસ્તો ઉબડખાબડ બનવા સાથે બિસ્માર બની જવા પામ્યો છે.

વઢવાણ સુરેન્દ્રનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સ્નેહીજનો માટે ફ્રી ટિફિન વ્યવસ્થા શરૂ કરાઈ

અત્રે ઉલ્લેખનીય છે કે, આ મુખ્ય હાઇવે રસ્તો હોવાથી પૂરઝડપે વાહન ચાલકો આ રસ્તા ઉપરથી દરરોજ હજારોની સંખ્યામાં પસાર થાય છે. ત્યારે આ રસ્તાના કારણે કોઇ અકસ્માત સર્જાય તે પહેલા રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ખાસ કરીને આ હાઈવે રસ્તા ઉપરથી પસાર થતા વાહનચાલકોમાં અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે ત્યારે સત્વરે આ રસ્તાનું સમારકામ હાથ ધરીને ખાડાઓનું બુરાણ પણ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

સુરેન્દ્રનગર જોરાવરનગરમાં રાત્રિ કર્ફ્યુ ભંગ બદલ પોલીસ ફરિયાદ નોંધાઇ

વધુ સમાચાર માટે…