વઢવાણ સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં પશુ-પક્ષીઓ માટે ચણ અને ચોખ્ખું પીવાના પાણીની વ્યવસ્થા કરાઇ
- સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં પશુ-પક્ષીઓની દેખરેખ માટે જીવદયા ગ્રુપ બનાવી અને યુવકો દ્વારા પશુ-પક્ષીઓની સાથ સંભાળ લેવામાં આવી રહી છે.
સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં પશુ-પક્ષીઓની દેખરેખ માટે જીવદયા ગ્રુપ બનાવી અને યુવકો દ્વારા પશુ-પક્ષીઓની સાથ સંભાળ લેવામાં આવી રહી છે. ત્યારે મેળાના મેદાનમાં રોજના એક હજારથી વધુ કબૂતરોને ચણ અને પાણી નાખવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 10 થી વધુ યુવકો આ ગ્રુપમાં જોડાય અને પક્ષીઓની મેળાના મેદાન ખાતે સેવા કરી રહ્યા છે. પક્ષીઓને ચોખ્ખું પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા પણ આ ગ્રુપ દ્વારા ઉભી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલા મેળાના મેદાનમાં આવા કોરોનાના કપળાકાળમાં રોજના એક હજારથી વધુ કબૂતરો સહિતના પક્ષીઓ ચણ લેવા માટે આવી રહ્યા છે.
વઢવાણ: વ્યાજના પૈસા બાબતે પજવણીથી કંટાળીને એક ઇસમે એસિડ પીધું,પોલીસ ફરિયાદ નોંધાઇ
ત્યારે તેમના ચણની વ્યવસ્થા તથા તેમને પાણી પીવાનું ચોખ્ખું મળી રહે તેવી વ્યવસ્થા આ જીવદયા ગૃપ દ્વારા કરવામાં આવી રહી છે. 10 થી વધુ લોકો કાર્યમાં જોડાયેલા છે અને આ ભગીરથ કાર્ય આગળ વધારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં અબોલ જીવોને હાલમાં આકરા તાપમાં પીવાનું ચોખ્ખું પાણી તથા ચણ મળી રહે તેવી વ્યવસ્થા સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં આ યુવકોઓ દ્વારા ઊભી કરી આપવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર શહેર વિસ્તારના લોકો દ્વારા આ યુવકોની કામગીરી બિરદાવવામાં આવી છે.