વઢવાણ સુરેન્દ્રનગર ગાંધી કોવિડ હોસ્પિટલની કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ આગેવાનો સાથે મુલાકાત લઇને સમીક્ષા કરી
- સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલની મુલાકાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ સાથે આગેવાનોએ લઇને સમીક્ષા કરી.
- પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ મહાત્મા ગાંધીમાં કાર્યરત કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી.
સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલની મુલાકાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ સાથે આગેવાનોએ લઇને સમીક્ષા કરી. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ બાબતે સમીક્ષા કરવાના ભાગરૂપે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ મહાત્મા ગાંધીમાં કાર્યરત કોવિડ સેન્ટરની મુલાકાત લીધી હતી.
આ વેળાએ તેઓની સાથે ધારાસભ્ય નવસાદભાઈ સોલંકી ધારાસભ્ય ઋત્વિકભાઇ મકવાણા તેમજ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રયાભાઇ રાઠોડ આગેવાન ગિરિરાજસિંહ ઝાલા જિલ્લા મુખ્ય પ્રવકતા શાહેદભાઈ સોલંકી, સાંજ જયપુરી વિગેરેઓ ઉપસ્થિત રહ્યા હતા.
વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં કોરોના કેસમાં 60 ટકા જેટલો ઘટાડો નોંધાતા આરોગ્ય તંત્રએ રાહત અનુભવી
આગેવાનોએ હોસ્પિટલમાં મુલાકાત વેળાએ કોરોનાના દર્દીઓ અને આરોગ્ય કર્મચારીઓ અંગેની સંવેદના પણ વ્યક્ત કરી હતી. તેમજ કોરોનાના કેસ, ટેસ્ટિંગ, હોસ્પિટલઓ, બેડની સંખ્યા, ઓક્સિજનની સુવિધા, વેનટીલેટર, ઇન્જેક્શન તેમજ સારવારની સુવિધા સહિત આરોગ્ય સહિતની વિવિધ બાબતોની લઈને સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર થાનગઢ વિસ્તારમાંથી એસઓજીની ટીમે લૂંટના ગુનામાં સામેલ બે ઇસમોને ઝડપી કાર્યવાહી હાથ ધરી