સુરેન્દ્રનગર વઢવાણ ખારવા ગામમાં કોરોના અટકાવવા લોકજાગૃતિ સઘન બનાવી અન્ય ગામો માટે પ્રેરણારૂપ
- વઢવાણ તાલુકાનું ખારવા ગામ કોરોના સંક્રમણ અટકાવવા લોકજાગૃતિ અભિયાન ચલાવ્યું.
- આશરે ત્રણ હજારની વસ્તી ધરાવતા ખારવા ગામ
- કાળજી બાબતના પોસ્ટરો લગાવીને ગ્રામજનોને સાવચેત કરવામાં આવ્યા હતા.
વઢવાણ તાલુકાનું ખારવા ગામ કોરોના સંક્રમણ અટકાવવા લોકજાગૃતિ અભિયાન ચલાવ્યું. વઢવાણ તાલુકામાં આવેલા આશરે ત્રણ હજારની વસ્તી ધરાવતા ખારવા ગામને કોરોનાનું સંક્રમણ સમય દરમ્યાન કોરોનાથી બચાવવા ગામના આગેવાનો અને સરપંચ દ્વારા વહીવટી તંત્રના સહયોગથી લોકોને જાગૃત કરવા યથાત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
જે સંદર્ભે ગામના તમામ જાહેર રસ્તા સેનિટાઇઝનો છંટકાવ કરવામાં આવ્યો હતો તથા જાહેર સ્થળો ઉપર કોરોના દરમિયાન રાખવામાં આવતી કાળજી બાબતના પોસ્ટરો લગાવીને ગ્રામજનોને સાવચેત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સરપંચ અને તલાટી દ્વારા ગામમાં કોરોનાની આ પરિસ્થિતિમાં સામાજિક પ્રસંગો ન યોજવા ગામના આગેવાનો સહકાર લઈ સમજણ પણ પૂરી પાડી હતી. જેના પરિણામે વર્ષ 2020ના વર્ષના અંતમાં ગામમાં કોરોનાના માત્ર 9 કેસ નોંધાયા હતા અને જ્યારે બીજી લહેરમાં ફક્ત 2 કેસ નોંધાયા હતા.
વઢવાણ સુરેન્દ્રનગર હરિપ્રકાશ સોસાયટીમાંથી નશાની હાલતમાં એક વ્યક્તિ ઝડપાતા પોલીસે ફરિયાદ નોંધી