Bar Council Election – સુરેન્દ્રનગર વકીલ મંડળની 16મી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે
સુરેન્દ્રનગર વકીલ મંડળની 16મી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. જેમાં પ્રમુખ, 2 ઉપપ્રમુખ, સેક્રેટરી અને જોઇન્ટ સેક્રેટરી સહિતના હોદ્દાઓ માટે ધારાશાસ્ત્રીઓ
સુરેન્દ્રનગર વકીલ મંડળની ચૂંટણી હંમેશા રસાકસીભરી રહે છે. ત્યારે આગામી વર્ષ 2023 માટેના હોદ્દેદારોની ચૂંટણી તા.16મી ડિસેમ્બરે જાહેર થઈ છે. જેમાં પ્રમુખ, 2 ઉપપ્રમુખ, સેક્રેટરી અને જોઇન્ટ સેક્રેટરી સહિતના હોદ્દાઓ માટે ધારાશાસ્ત્રીઓ મતદાન કરશે. ચૂંટણીમાં ફોર્મ વિતરણ તા.3જી ડિસેમ્બરથી શરૂ થનારું છે. ગુજરાત રાજ્ય બાર કાઉન્સિલ દ્વારા આગામી વર્ષ 2023 માટેના વકીલ મંડળના હોદ્દેદારોની ચૂંટણીની જાહેરાતો કરી દેવાઇ છે.
16 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે
સુરેન્દ્રનગર વકીલ મંડળની તા.16મી ડિસેમ્બરના રોજ યોજનારી છે. સુરેન્દ્રનગર વકીલ મંડળની દર વર્ષે યોજાતી ચૂંટણી ભારે રસાકસીભરી રહેતી હોય છે. ત્યારે આ વર્ષે પણ ચૂંટણી જાહેર થતાં અત્યારથી જ લોકો પોતાની તૈયારીઓમાં લાગી ગયા છે.
400 આસપાસ વકીલો નોંધાયેલા છે
સુરેન્દ્રનગર વકીલ મંડળની ચૂંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે કે.કે.રામાનુજ અને સહ ચૂંટણી અધિકારી તરીકે દેવેન્દ્રસિંહ રાણાને મૂકવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર વકીલ મંડળમાં અંદાજે 400 આસપાસ વકીલો નોંધાયેલા છે. આ વકીલો તા.16મી ડિસેમ્બરે વર્ષ 2023 માટેના પ્રમુખ, મહિલા ઉપપ્રમુખ, પુરુષ ઉપપ્રમુખ, સેક્રેટરી અને જોઇન્ટ સેક્રેટરીના પદના ઉમેદવારો માટે મતદાન કરશે.
વઢવાણ તાલુકાના ચૂંટણી ફરજ અર્થે રોકાયેલ કર્મચારીઓ માટે વાહન વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ