સુરેન્દ્રનગર જોરાવરનગરમાં રાત્રિ કર્ફ્યુ ભંગ બદલ પોલીસ ફરિયાદ નોંધાઇ
- જોરાવરનગરમાં રાત્રિ કર્ફ્યુ ભંગ બદલ પોલીસ ફરિયાદ નોંધાઇ.
- સુરેન્દ્રનગર જિલ્લામાં રાત્રીના આઠ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ
જોરાવરનગરમાં રાત્રિ કર્ફ્યુ ભંગ બદલ પોલીસ ફરિયાદ નોંધાઇ. સુરેન્દ્રનગર જિલ્લામાં રાત્રીના આઠ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુનો અમલ જારી હોવા છતાં બિનજરૂરી રીતે બહાર નીકળનાર ઈસમ સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ય માહિતી મુજબ જોરાવરનગર મેઇન બજારમાં કિસ્મત સોડા પાસે રોડ ઉપર રાત્રી દરમિયાન બેદરકારી દાખવીને બિનજરૂરી રીતે બહાર નીકળી અવર-જવર કરી જાહેરનામાના ભંગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
વઢવાણ સુરેન્દ્રનગર ગરમીનો પ્રકોપ વધ્યો તાપમાન 42 ડિગ્રીને આંબી ગયું
આ બનાવની પોલીસ કર્મચારી ચિરાગભાઈ મકવાણાએ જોરાવરનગર સુભાષ શેરીમાં રહેતા ચિન્મયભાઈ દિલીપકુમાર જોશી સામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અશ્વિનકુમાર દવે ચલાવી રહ્યા છે.
પત્નીના અવસાન બાદ પતિનું 12માં દિવસે મૃત્યુ થતાં સંતાનો અનાથ બન્યા