વઢવાણ સુરેન્દ્રનગર ગરમીનો પ્રકોપ વધ્યો તાપમાન 42 ડિગ્રીને આંબી ગયું
- ગરમીનો પ્રકોપ વધ્યો તાપમાન 42 ડિગ્રીને આંબી ગયું.
- આગામી દિવસોમાં ગરમી વધવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
ગરમીનો પ્રકોપ વધ્યો તાપમાન 42 ડિગ્રીને આંબી ગયું. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો 42 ડિગ્રીને આંબી ગયો છે. ત્યારે મે મહિનામાં ગરમીનો પારો ઉંચકાતા સુરેન્દ્રનગર વાસીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
ખાસ કરીને લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું પસંદ નહીં કરીને ઘરમાં રહીને ગરમી સામે રક્ષણ મેળવવા એસી(AC), કુલર(Cooler) સહિતનો સહારો પણ લઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો 42 ડિગ્રીને આંબી જતા હજુ પણ આગામી દિવસોમાં ગરમી વધવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર શહેરની શાન અજરામર ટાવર ઘડીયાળને
હાલ મે માસ દરમિયાન 10 દિવસમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી 42.3 ડિગ્રી વચ્ચે રહેવા પામ્યો હોવાનું હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
વઢવાણ સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ પાછળ લોકડાઉનમાં વસ્તુ આપવાની ના પાડતા, ઈસમે હુમલો કર્યો