લગ્નના બીજા જ મહિને આલિયા પ્રેગ્નન્ટ: એપ્રિલમાં રણબીર કપૂર સાથે લગ્ન ને જૂનમાં સોશીયલ મીડિયામાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી
આલિયા ભટ્ટ તથા રણબીર કપૂરે 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા. આલિયા ભટ્ટે આજે એટલે કે 27 જૂનના રોજ સો.મીડિયામાં સોનોગ્રાફીની તસવીર શૅર કરીને પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.
આલિયા ભટ્ટ પ્રેગ્નન્ટ
આલિયા ભટ્ટે સો.મીડિયામાં સોનાગ્રાફીની તસવીર શૅર કરી હતી. તે હોસ્પિટલમાં છે અને તેની સાથે રણબીર કપૂર છે. સ્ક્રીન પર તેણે હાર્ટ ઇમોજી કરી હતી. અન્ય તસવીરમાં તેણે સિંહ-સિંહણ અને બચ્ચાની તસવીર શૅર કરી હતી. બંને તસવીર શૅર કરીને આલિયા ભટ્ટે કહ્યું હતું, ‘અમારું સંતાન… ટૂંક સમયમાં જ આવશે.’

14 એપ્રિલે લગ્ન
રણબીર તથા આલિયા ભટ્ટે પરિવાર તથા મિત્રોની હાજરીમાં ઘરમાં જ લગ્ન કર્યાં હતાં. આલિયા તથા રણબીરે પાંચ વર્ષના ડેટિંગ બાદ ફેરા ફર્યા હતા.
રણબીરની ‘શમશેરા‘ રિલીઝ થશે
રણબીર કપૂરની લગ્ન બાદ પહેલી ફિલ્મ ‘શમશેરા’ 22 જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે. ત્યારબાદ આલિયા-રણબીરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ 9 જુલાઈએ રિલીઝ થશે. રણબીર કપૂર ‘એનિમલ’માં કામ કરી રહ્યો છે. આ ઉપરાંત તેણે સ્પેનમાં લવ રંજનની ફિલ્મનું શૂટિંગ શ્રદ્ધા કપૂર સાથે કર્યું હતું. રણબીર કપૂર હાલમાં સ્પેન છે અને આલિયા ભટ્ટે થોડાં દિવસ પહેલાં લંડનમાં હતી. અહીંયા તેણે હોલિવૂડ પ્રોજેક્ટ ‘હાર્ટ ઑફ સ્ટોન’નું શૂટિંગ કર્યું હતું. આ ઉપરાંત આલિયા ‘રૉકી ઔર રાની કી પ્રેમકહાની’માં રણવીર સિંહ સાથે જોવા મળશે.
‘શમશેરા’માં સંજય દત્તનો ખલનાયક લૂક, ટ્રેલર રિલીઝ પહેલા સામે આવ્યું પોસ્ટર
આ એક્ટ્રેસિસ લગ્ન પહેલાં પ્રેગ્નન્ટ થઈ હતી
આલિયા ભટ્ટ લગ્નના સવા બે મહિનામાં જ પ્રેગ્નન્ટ થતાં એમ માનવામાં આવે છે કે તે લગ્ન પહેલાં પ્રેગ્નન્ટ હોઈ શકે છે. જોકે, આલિયા પહેલાં નતાશા સ્ટેનોકોવિક (ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની), નેહા ધૂપિયા, શ્રીદેવી, કોંકણા સેન તથા સારિકા પણ લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ થયાં હતાં.
‘તારક મેહતા…’નો ‘ટપ્પુ’ ઉર્ફે રાજ અનડકટનું ભાગ્ય ચમકી ગયું, બોલીવુડના આ સ્ટારની સાથે કરશે કામ