સુરેન્દ્રનગર જોરાવનગરમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું
- જોરાવનગરમાં લોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ શરૂ કરાયું.
- ઉકાળાનું વિતરણ સવારે 6 થી 8 દરમિયાન જારી હોવાનું એક યાદીમાં જણાવાયું છે.
જોરાવનગરમાં લોકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ શરૂ કરાયું. સુરેન્દ્રનગરમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવાના ભાગરૂપે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પણ આ ઉકાળાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે જોરાવનગર વોર્ડ નંબર-10 માં જન સંપર્ક કાર્યાલય ખાતે ઉકાળાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
જેમાં આગેવાન દુષ્યંતભાઈ આચાર્ય સહિતના આગેવાનો પણ આ ઉકાળા વિતરણ સેવા બજાવી રહ્યા છે અને લોકોને લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તેનું ધ્યાન રાખીને લોકોને ઉકાળો પીવડાવી રહ્યા છે. આ ઉકાળાનું વિતરણ સવારે 6 થી 8 દરમિયાન જારી હોવાનું એક યાદીમાં જણાવાયું છે.
વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં રામ ભક્તોએ ઘેર રહીને મર્યાદા પુરૂષોત્તમ એવા શ્રીરામ ભગવાનની પૂજા કરી હતી