Bappi Lahiri Funeral: બપ્પી લહેરીની અંતિમયાત્રા નીકળી, થોડી ક્ષણોમાં થશે અંતિમ સંસ્કાર

Photo of author

By SOHAM 24 NEWS

Bappi Lahiri Funeral: બપ્પી લહેરીની અંતિમયાત્રા નીકળી, થોડી ક્ષણોમાં થશે અંતિમ સંસ્કાર

Google News Follow Us Link

Bappi Lahiri Funeral: બપ્પી લહેરીની અંતિમયાત્રા નીકળી, થોડી ક્ષણોમાં થશે અંતિમ સંસ્કાર

બપ્પી લહેરીના અંતિમ સંસ્કાર (Bappi Lahiri Last Rites) આજે કરવામાં આવશે. તેમના પિતાની અંતિમ વિદાય (Bappi Lahiri Funeral) આપવા માટે, તેમના પુત્ર બપ્પા લહેરી પરિવાર સાથે લોસ એન્જલસથી ભારત પરત ફર્યા

  • બપ્પી લહેરીનું નિધન
  • બપ્પી લહેરીના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે.
  • મુંબઈના વિલે પાર્લે સ્મશાન ગૃહમાં કરવામાં આવશે. 

સિનેમામાં ડિસ્કો મ્યુઝિકને લોકપ્રિય બનાવનાર ગાયક-સંગીતકાર બપ્પી લહેરીનું નિધન (Bappi Lahiri Died) થયું છે. તેઓ 69 વર્ષના હતા. પીઢ ગાયકે મંગળવારે (15 ફેબ્રુઆરી) રાત્રે મુંબઈની ક્રિટીકેર એશિયા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ (CritiCare Asia Multispeciality Hospital) માં અંતિમ શ્વાસ લીધા. લાંબા સમયથી તેઓ સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી પરેશાન હતા. લતા મંગેશકરના નિધન બાદ બોલિવુડે સંગીત જગતનો વધુ એક નવો હીરો ગુમાવ્યો છે. બપ્પી લહેરીના અંતિમ સંસ્કાર (Bappi Lahiri Last Rites) આજે કરવામાં આવશે. તેમના પિતાની અંતિમ વિદાય (Bappi Lahiri Funeral) આપવા માટે, તેમના પુત્ર બપ્પા લહેરી પરિવાર સાથે લોસ એન્જલસથી ભારત પરત ફર્યા છે.

સવારે 9 વાગ્યાથી અંતિમયાત્રા શરૂ થશે

પરિવારે બપ્પી લહેરીના અંતિમ સંસ્કારની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તેમના અંતિમ સંસ્કાર ગુરુવાર, 17 ફેબ્રુઆરીના રોજ મુંબઈના વિલે પાર્લે સ્મશાન ગૃહમાં કરવામાં આવશે. અંતિમ ક્રિયા સવારે 9 વાગ્યાથી લહેરી હાઉસ ખાતેથી શરૂ થઈ હતી, અને 10 વાગે તેમની અંતિમ યાત્રા નીકળી છે. થોડી ક્ષણોમાં તેમના અંતિમસંસ્કાર કરવામાં આવશે.

હેલ્થ : દરરોજ રાત્રે સુતા પહેલા કરો અજમાનું સેવન, આ બીમારીઓ થઈ જશે ગાયબ

ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયાના કારણે બપ્પી દાનું નિધન થયું હતું

હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ.દીપક નામ જોશીના જણાવ્યા અનુસાર, લાહિરી લગભગ એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા અને સોમવારે (14 ફેબ્રુઆરી) તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, પરંતુ મંગળવારે (15 ફેબ્રુઆરી) તેમની તબિયત બગડી હતી અને ડોક્ટરને ઘરે બોલાવ્યા. તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તેમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી, ઓએસએ (ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા)ના કારણે મોડી રાત્રે તેમનું અવસાન થયું હતું.

Bappi Lahiri Funeral: બપ્પી લહેરીની અંતિમયાત્રા નીકળી, થોડી ક્ષણોમાં થશે અંતિમ સંસ્કાર
                   Bappi Lahiri Funeral: બપ્પી લહેરીની અંતિમયાત્રા નીકળી, થોડી ક્ષણોમાં થશે અંતિમ સંસ્કાર

SALE: Redmiના 43 ઇંચ Smart TV પર મળશે ભારે ડિસ્કાઉન્ટ, ખરીદતાં પહેલા જાણી લો ફીચર્સ, Details

દીકરીના ખોળામાં અંતિમ શ્વાસ લીધા

બપ્પી લાહિરીના નજીકના સહયોગીના જણાવ્યા અનુસાર, બપ્પી દાની છેલ્લી વાત તેમની પુત્રી રેમા સાથે થઈ હતી. તે પુત્રી રેમાની ખૂબ નજીક હતા અને બપ્પી દાએ તેંના ખોળામાં મૃત્યુ પામ્યા. પિતાને ગુમાવ્યા બાદ પુત્રી રેમા આઘાતમાં છે.

અંતિમ દર્શન માટે સેલેબ્સ પહોંચ્યા હતા

બપ્પી લાહિરીની અંતિમ ઝલક માટે બુધવારે દિવસભર બોલિવૂડ સેલેબ્સનો ધસારો રહ્યો હતો. તો, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સચિન તેંડુલકર, અજય દેવગન, અક્ષય કુમાર, અનુપમ ખેર સહિત ઘણી મોટી હસ્તીઓએ પણ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો હતો.

ટામેટાના જથ્થાબંધ ભાવમાં થયો મોટો ઘટાડો, 10-20 રૂપિયે કિલોના ભાવે વેચાવા લાગી શાકભાજી

વધુ સમાચાર માટે…

NEWS18 ગુજરાતી

Google News Follow Us Link