વઢવાણના 80 ફુટ રોડ ઉપર ટ્રકની હડફેટે બાઇક ચાલક યુવકનું મોત,ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાઇ
- સુરેન્દ્રનગર 80 ફુટ રોડ પર ટ્રકે બાઈકને અડફેટે લીધું ભાઇના મોતથી ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેર વિસ્તારોમાં ગેરકાયદેસર નિયમોનું ઉલંધ્ધન કરી મુખ્ય માર્ગો પર ટ્રક અને ડમ્પર સહિતના ભારે વાહનો પસાર થાય છે.સુરેન્દ્રનગર 80 ફુટ રોડ પર ટ્રકે બાઈકને અડફેટે લીધું ભાઇના મોતથી ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગર 80 ફુટ રોડ ઉપર આવેલ દેશળભગતની વાવ પાસે આધાર મોલ નજીક એક ટ્રક ચાલકે ટ્રક પૂરઝડપે અને બેફીકેરાઈથી ચલાવી મોટર સાયકલને અડફેટે લીધું હતું.
આ બનાવમાં પોલીસ મથકેથી જાણવા મળતી વિગત મુજબ મોટરસાયકલ વઢવાણ રહેતા ભગીરથસિંહ નટુભા ચૌહાણ લઇને પસાર થઇ રહ્યા હતા. ત્યારે પાછળથી પૂરઝડપે અને ગફલત ભરી રીતે આવી રહેલ ટ્રકે મોટરસાઈકલને અડફેટે લેતા ભગીરથસિંહ ચૌહાણ નીચે પડી જતા તેઓને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
સુરેન્દ્રનગર લીંમડી રૂટની ચાલુ એસ.ટી.બસનો સ્ટિયરિંગમાં ખામી સર્જાતા અકસ્માત સર્જાતા અટક્યો
જે અંગેની જાણ આસપાસના લોકોને થતાં 108એમ્બયુલન્સને જાણ કરવામાં આવી હતી. આથી એમ્બ્યુલન્સનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી. જેમાં સારવાર મળે તે પહેલા જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનું ઘટના સ્થળ પર જ તેમનું મોત નિપજયાનું સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે જાહેર થવા પામી છે. આથી આ બનાવવા વઢવાણ ખાંડીપોળ રહેતા ધર્મેન્દ્રસિંહ નટુભા ચૌહાણ સુરેન્દ્રનગર રહેતા ધીરુભાઈ મયુરભાઈ ડાભી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર કુલદીપસિંહ રાણા ચલાવી રહ્યા છે.
સુરેન્દ્રનગર માઇ મંદિર પાસે મકાનમાં પોલીસે રેડ પાડી, દારૂની મહેફિલ માણતા 21 સામે ફરિયાદ નોંધાઇ