ચોરી કે છળકપટથી મેળવેલ મોબાઈલ સાથે પકડાયો
- સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસ ટીમ શહેરમાં જેલ ચોક પાસે વાહનોનું ચેકીંગ કરી રહ્યા હતા
- ચોરી કે છળકપટથી મેળવેલો મોબાઈલ વેચવા એક શખ્સ નીકળનાર છે
- બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી દીધી.

સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસ ટીમ શહેરમાં જેલ ચોક પાસે વાહનોનું ચેકીંગ કરી રહ્યા હતા એ વખતે ચોરી કે છળકપટથી મેળવેલો મોબાઈલ વેચવા એક શખ્સ નીકળનાર છે એવી બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી દીધી. એ દરમિયાન નીકળેલ એક શખ્સને અટકાવી તપાસ કરતા તેની પાસેથી એક કિંમતી મોબાઈલ મળી આવ્યો હતો.
વઢવાણ સુરેન્દ્રનગર અલ્કા સોસાયટીમાં રસીકરણ મહોત્સવ નિમિત્તે રસીનો પ્રથમ ડોઝ અપાયો
આ મોબાઈલ કયાંથી લાવ્યો તે અંગે શખ્સની પૂછપરછ કરતા તે મોબાઈલ ચોરી કે છળકપટથી મેળવ્યો હોવાનું જણાયું હતું. આથી પોલીસે જાવેદ સલીમભાઈ મોવર (ઉં.વ.24) રહે રતનપર – ગાંડાવાડી પાસેથી અટકાયત કરી મોબાઈલ કબજે કરેલ હતો અને સિટી પોલીસ મથકે જાવેદને સોંપવામાં આવેલ હતો.