વઢવાણ સુરેન્દ્રનગર અલ્કા સોસાયટીમાં રસીકરણ મહોત્સવ નિમિત્તે રસીનો પ્રથમ ડોઝ અપાયો
- સુરેન્દ્રનગર અલ્કા સોસાયટીમાં રસીકરણ મહોત્સવ નિમિત્તે રસીનો પ્રથમ ડોઝ અપાયો.
- 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીનો પ્રથમ ડોઝ
- લાયન્સ કલબ ઓફ સુરેન્દ્રનગર અને જિલ્લા આરોગ્યની સંયુક્ત ટીમ દ્વારા કોવિડ 19 વેક્સિનેશન કેમ્પ યોજાયો
સુરેન્દ્રનગર અલ્કા સોસાયટીમાં રસીકરણ મહોત્સવ નિમિત્તે રસીનો પ્રથમ ડોઝ અપાયો. સુરેન્દ્રનગર અલ્કા સોસાયટી ખાતે લોહાણા હિત રક્ષક સમિતિ તેમજ લાયન્સ ક્લબ ઓફ સુરેન્દ્રનગર અને જિલ્લા આરોગ્યની સંયુક્ત ટીમ દ્વારા કોવિડ 19 વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો.
વઢવાણ સુરેન્દ્રનગરના દુધરેજ ફાટક વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી
જેમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય તથા ભાજપના આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આગેવાનોએ ઉપસ્થિત રહીને વધુમાં વધુ લોકો કોરોનાની રસી લે તે બાબતે કાળજી પણ દાખવી હતી. આમ રસીકરણ મહોત્સવને સફળ બનાવવા સ્થાનિક લોકો અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના રામપરા ગામે બ્લડ ડોનેશન કેમ્પમાં 23 બોટલ રક્ત એકત્રિત કરાયું