વઢવાણ સુરેન્દ્રનગર દાળમિલ રોડ ઉપર પાન સેન્ટર ધારક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ
- સુરેન્દ્રનગર દાળમિલ રોડ ઉપર પાન સેન્ટર ધારક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાવી.
સુરેન્દ્રનગર દાળમિલ રોડ ઉપર પાન સેન્ટર ધારક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાવી. કોરોનાની વૈશ્વિક મહામારીનું જોખમ હોવા છતાં જાહેરનામા ભંગ કરવા બદલ પાન સેન્ટરના દુકાનદાર સામે પોલીસ ફરીયાદ થવા પામી છે.
આ બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ય માહિતી મુજબ કોરોના વાયરસની મહામારીમાં ઈસમે જાહેરમાં ભંગ કરીને પોતાની દાળમિલ રોડ પર આવેલ ચામુંડા પાન સેન્ટર દુકાન ચાલુ રાખી તેમજ માણસો ભેગા કરી સોશિયલ નહીં જાળવતાં જાહેરનામા ભંગની ફરીયાદ થવા પામી છે.
રાત્રે 8 થી સવારના 6 સુધી કરફ્યુ
આ બનાવની પોલીસ કર્મચારી દલપતભાઈ પરમારે દાળમિલ રોડ ઉપર રહેતા નરોત્તમભાઈ બંજાણીયા સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ લતાબેન જાદવ ચલાવી રહ્યા છે.
વઢવાણ સુરેન્દ્રનગર મિલન સિનેમા પાસે ગાડી ભટકાડી છરી વડે હુમલો