દલિત આગેવાનને ધમકી મળતા ફરિયાદ
- વિરમગામના દલિત આગેવાન અને દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડને પાટડીના રહેવાસી વિજય પટેલ નામના શખ્સે ફોન દ્વારા ધમકી આપી

વિરમગામના દલિત આગેવાન અને દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડને પાટડીના રહેવાસી વિજય પટેલ નામના શખ્સે ફોન દ્વારા ધમકી આપી કહ્યું હતું કે હું સયાજીગંજ પોલીસ સ્ટેશન-વડોદરાથી બોલું છું.
ફોનમાં બિભત્સ ગાળો બોલી શખ્સે તું પાટડી આવી જા અને જાતિ વિષયક શબ્દો કહી તું મારું શું બગાડી લઇશ તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ઘટના સંબંધે દલિત સમાજ દ્વારા નાયબ કલેકટર અને ડી.વાય.એસ.પી.ને આવેદનપત્ર આપી તાત્કાલિક પગલાં ભરવાની માંગણી સાથે વિરમગામ સેવા સદન ખાતે ધરણાંનો કાર્યક્ર્મ યોજ્યો હતો. બાદમાં પોલીસે કિરીટ રાઠોડની ફરિયાદમાં આઇ.પી.સી. 504,507 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વઢવાણ સુરેન્દ્રનગર આંબેડકર ચોકમાં આંબેડકરના સ્ટેચ્યુ પાસે સમારકામ હાથ ધરવામાં આવ્યું