કોરોનામાં તંત્રની બેદરકારીથી રઝળપાટ સારવારના અભાવે થતા મોત

Photo of author

By SOHAM 24 NEWS

કોરોનામાં તંત્રની બેદરકારીથી રઝળપાટ સારવારના અભાવે થતા મોત

  • સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કેસ તેમજ મોતની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે.
  • પોઝિટીવ કેસની સંખ્યા 4743 છે.
  • મોતની સંખ્યા 285 ઉપર પહોંચી ગઇ છે.
  • કોરોનાએ કાળો કેર મચાવી દીધો છે.
કોરોનામાં તંત્રની બેદરકારીથી રઝળપાટ સારવારના અભાવે થતા મોત
કોરોનામાં તંત્રની બેદરકારીથી રઝળપાટ સારવારના અભાવે થતા મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના કેસ તેમજ મોતની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પોઝિટીવ કેસની સંખ્યા 4743 છે. જ્યારે મોતની સંખ્યા 285 ઉપર પહોંચી ગઇ છે.

કોરોનાએ કાળો કેર મચાવી દીધો છે. ત્યારે પુરતી સમયસર સારવાર ન મળતી હોવાથી લોકો રઝળપાટ કરી રહ્યા છે. સરકારી કોવિડ સેન્ટર શરૂ કરી સબ સલામતના દાવા કરી રહી છે.

ત્યારે સાયલાના ચાંદનીબેન કલ્પેશભાઈને ઓક્સિજનની સારવાર માટે સાયલાથી લીંબડી સરકારી કોવિડ સેન્ટર ગયા હતા. ત્યાં જગ્યા ન હોવાનું જણાવતા સુરેન્દ્રનગર સરકારી ગાંધી હૉસ્પિટલમાં ગયા ત્યાં પણ જગ્યા ન હોવાનું જણાવતા મહિલાનું સારવાર મળે એ પહેલાં જ એમ્બ્યુલન્સમાં જ મોત નીપજયું હતું.

સુરેન્દ્રનગર જોરાવનગરમાં અજમો, કપૂરની ગોટી સાથેના પેકેટ તૈયાર કરી 3000થી વધુ પેકેટનું વિતરણ કરાયું

ભરવાડ સમાજના અગ્રણી અજીતભાઇ ડાંગરને વેન્ટિલેટરની તાત્કાલિક જરૂરિયાત હોવાથી ધ્રાંગધ્રા એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સાથે અમદાવાદ લઇ જતા સમયે વેન્ટિલેટર મળે તે પહેલાં જ રસ્તામાં તેમનું મૃત્યુ થયું હતું.

આમ કોરોનાના દર્દી ઓક્સિજન માટે કે વેન્ટિલેટર માટે રઝળપાટ કરી રહ્યા છે અને સગવડ ન મળતા મૃત્યુ પામી રહ્યા છે. આમ અનેક કોરોના દર્દી, શંકાસ્પદ કોરોના દર્દી કે બીમારીવાળા લોકોને આવા કપરા સમયે સરકાર સારવાર પૂરી ના પાડી શકતા હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળે છે.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા ઇન્ચાર્જ મંડળની રચના કરાઈ

વધુ સમાચાર માટે…