Navodaya Vidyalaya – ધ્રાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની મુદતમાં વધારો કરાયો
- ધ્રાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની મુદતમાં વધારો
ધ્રાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ-6 (સત્ર 2023-24) માં પ્રવેશ માટે હાલમાં ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ફોર્મ ભરવાની અંતિમ તારીખ 08/02/2023 આપવામાં આવી હતી.
જેમાં વધારો કરીને હવે તારીખ 15/02/2023 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે. ઓનલાઇન અરજી કરનાર ઉમેદવારો http://navodaya.gov.in અથવા http://cbseitms.rcil.gov.in/nvs વેબસાઈટની મુલાકાત લઈ નિશુલ્ક અરજી કરી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉમેદવારો તારીખ 16/02/2023 અને તારીખ 17/02/2023 ના રોજ અરજી ફોર્મમાં સુધારો કરી શકે તે માટે ઓનલાઈન વિન્ડો ખોલવામાં આવશે જેમાં જે ઉમેદવારે અગાઉ ધોરણ-6 માં વર્ષ-2023 માટે ઓનલાઈન અરજી કરી હશે તેવા ઉમેદવારો પોતાના અરજી ફોર્મમાં કોઈ ભૂલ કરી હશે તો સુધારો કરી શકશે.
સુરેન્દ્રનગર ખાતે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ ધન્વંતરી આરોગ્ય રથને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું