Dengue – સુરેન્દ્રનગર જિલ્લામાં ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના રોગચાળાએ માથું ઉંચક્યું

Photo of author

By rohitbhai parmar

Dengue – સુરેન્દ્રનગર જિલ્લામાં ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના રોગચાળાએ માથું ઉંચક્યું

Google News Follow Us Link

સુરેન્દ્રનગર જિલ્લામાં ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના રોગચાળાએ માથું ઉંચક્યું

સુરેન્દ્રનગર જિલ્લામાં ડેંગ્યુ સાથે મેલેરીયાએ માથુ ઉંચકતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગ દ્વારા રોગ અટકાયતી પગલા ભરવાના ભાગરૂપે 20 જેટલી ટીમોને કામે લગાડી દેવામાં આવી છે. જિલ્લામાં હાલ ડેંગ્યુના 6 અને ઝેરી મેલેરીયાના 2 તેમજ મેલેરીયાના 13 જેટલા કેસ એકટીવ હોવાની માહિતી આરોગ્ય વિભાગ પાસેથી મળી છે. ત્યારે આ સિઝનમાં કુલ ડેંગ્યુના 16 અને મેલેરીયાના કેસમાં પણ વધારો થતાં આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરાયેલા રોગ અટકાયતી પગલાની કામગીરી નવેમ્બર સુધી ચાલશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના રોગચાળાએ માથું ઉંચક્યું

સુરેન્દ્રનગરમાં ઋતુગત રોગચાળાએ માથુ ઉંચકતા લોકો તાવ, શરદી, ઝાડા, ઉલટી સાથે ડેંગ્યુ અને મેલેરીયાના રોગચાળામાં સપડાઈ રહ્યા છે. જેથી આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં 20 જેટલી ટીમોને દોડાવવામાં આવી છે. હાલ આ ટીમોમાં આરોગ્ય કર્મચારીઓ,આશા વર્કરો તેમજ એમટીએસડબલ્યુ સહિતના સ્ટાફને રોકીને રોગ અટકાયતી પગલા લેવામાં આવી રહ્યા છે. જયારે આ ટીમમાં પાંચ જેટલા આરોગ્ય કર્મીઓ રોકાયેલા છે. આરોગ્ય વિભાગમાંથી જાણવા મળ્યા મુજબ દર મંગળવારે ટ્રાઈ ડે આશાવર્કર બહેનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત એબેડ ડે સહિતની કામગીરી પણ કરવામાં આવી રહી છે. જેમાં લોકોના ઘરે-ઘરે જઈને સર્વે કરવુ, ફોગીંગ તેમજ પોરાનાશક દવાના છંટકાવ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાનું વિતરણ કરવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના રોગચાળાએ માથું ઉંચક્યું

જેમાં ઋતુગત રોગચાળામાં ડેંગ્યુ અને ઝેરી મેલેરીયાના સવિશેષ કેસ સુરેન્દ્રનગર, વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. જેમાં શહેરના 80 ફૂટ રોડ, આંબેડકરનગર, ગણપતિ ફાટસર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. રોગ અટકાયતી પગલાંની કામગીરીમાં અર્બન મેલેરીયા વિભાગ અને સ્કીમ સ્ટાફને પણ રોકી કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને વધુમાં વઢવાણમાં 4 અને ધ્રાંગધ્રામાં 3 ટીમોને કામે લગાડી રોગ અટકાયતી પગલા ભરવામાં આવી રહ્યા છે.

વસ્તડીના લોકોને ચાલીને નદી પાર કરવી પડી, રિપેરીંગમાં હજુ 3 મહિના લાગી શકે

દિવ્ય ભાસ્કર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link