રાજકોટ શહેરની હોટેલમાં પિતા-પુત્ર નકલી ડોક્ટર બની કોવિડ કેર સેન્ટર ચલાવતા, ધરપકડ કરી
- ધ ગ્રેટ ભગવતી હોટલમાં નકલી ડોક્ટર બનીને લોકોની કોરોનાના રોગની સારવાર
- પિતા-પુત્ર સામે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે.
- પુત્ર પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી નહીં
- પુત્ર નાસી છૂટવામાં સફળ રહ્યો છે.

રાજકોટ શહેરના કુવાડવા રોડ પર રિલાયન્સ પેટ્રોલ પંપની સામે ધ ગ્રેટ ભગવતી હોટલમાં નકલી ડોક્ટર બનીને લોકોની કોરોનાના રોગની સારવાર કરનાર પિતા-પુત્ર સામે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં પુત્ર પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી નહીં હોવા છતાં રૂપિયા 18,000 લઈને કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યો હતો અને તેના પિતા પણ આ કામમાં બરાબર સાથ સહકાર આપી રહ્યા હોય. પોલીસે તેના પિતાને ઝડપી પાડ્યા છે. જ્યારે પુત્ર નાસી છૂટવામાં સફળ રહ્યો છે.
પોલીસકર્મી સામે દહેજ માંગ્યાની ફરિયાદ
હાલ પોલીસે નકલી ડૉ.શ્યામ રાજાણીના પિતા હેમંત રાજાણીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને નાસી છૂટેલા નકલી ડોક્ટર શ્યામ રાજાણીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સુરેન્દ્રનગર જોરાવનગરની સંસ્થાનાં આગેવાન દ્વારા ઓક્સિજન સિલિન્ડર બાબતે કલેક્ટરને રજૂઆત કરાઈ