વઢવાણ સુરેન્દ્રનગર મોરબીના વાંકમાં આદેશના પગલે પોલીસનું પેટ્રોલિંગ જારી
- સુરેન્દ્રનગર મોરબીના વાંકમાં આદેશના પગલે પોલીસનું પેટ્રોલિંગ જારી રહેવા પામ્યો.
- રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા દરમ્યાન આદેશાનુસાર રાત્રી કર્ફ્યુ રાખવામાં આવી છે.
- લોકોને આદેશનું પાલન કરવા પોલીસ કર્મચારીઓ ફરજ બજાવતા પણ જોવા મળ્યા હતા.
સુરેન્દ્રનગર મોરબીના વાંકમાં આદેશના પગલે પોલીસનું પેટ્રોલિંગ જારી રહેવા પામ્યો. સુરેન્દ્રનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ રોકવાના ભાગ રૂપે રાત્રિના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા દરમ્યાન આદેશાનુસાર રાત્રી કર્ફ્યુ રાખવામાં આવી છે.
ત્યારે આ આદેશનું પાલન થાય તેને ધ્યાને રાખીને સુરેન્દ્રનગર પોલીસ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં સાંજ પડતાની સાથે પોલીસ પેટ્રોલિંગ જારી થઇ જાય છે ત્યારે શહેરના મોરબીના વાંકમાં પણ પોલીસનું સાંજ પડતાની સાથે નાઇટ પેટ્રોલિંગ જારી જોવા મળ્યું હતું અને લોકોને આદેશનું પાલન કરવા પોલીસ કર્મચારીઓ ફરજ બજાવતા પણ જોવા મળ્યા હતા.
વઢવાણ સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં વેપારીઓ દ્વારા આપવામાં આવેલ સ્વૈચ્છિક બંધની અસર નહિવત જોવા મળી