વઢવાણ સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં વેપારીઓ દ્વારા આપવામાં આવેલ સ્વૈચ્છિક બંધની અસર નહિવત જોવા મળી
- સુરેન્દ્રનગરમાં વેપારીઓ દ્વારા અપાયેલ સ્વૈચ્છિક બંધની અસર નહિવત જોવા મળી.
- ધંધા રોજગારના વેપારીઓએ પણ સ્વૈચ્છાએ લોકડાઉન કરીને વેપાર-ધંધા બંધ રાખ્યા હતા
- સુરેન્દ્રનગરમાં સૌથી મોટી માનતી મહેતા માર્કેટમાં સ્વૈચ્છિક લોકડાઉનની અસર અને સ્વૈચ્છિક બંધની અસર નહિવત પ્રમાણમાં જોવા મળી હતી.
સુરેન્દ્રનગરમાં વેપારીઓ દ્વારા અપાયેલ સ્વૈચ્છિક બંધની અસર નહિવત જોવા મળી. સુરેન્દ્રનગર શહેરની સૌથી મોટી મનાતી મહેતા માર્કેટમાં સોમવારે બપોર બાદ કોરોનાના સંક્રમણને રોકવાના ભાગરૂપે સ્વૈચ્છિક બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં સરકાર તમામ મામલે સજ્જ હોવાનું જિલ્લા કલેકટર શ્રી કે.રાજેશ દ્વારા નિવેદન
ત્યારે કેટલાક ધંધા રોજગારના વેપારીઓએ પણ સ્વૈચ્છાએ લોકડાઉન કરીને વેપાર-ધંધા બંધ રાખ્યા હતા તો કેટલાક લોકોએ ધંધા-રોજગાર ચાલુ રાખીને લોકોને કોઈ તકલીફ ના પડે તેને ધ્યાને રાખીને વેપારીઓએ અનાજ કરીયાણાની દુકાનો સહિતની દુકાનો ખુલ્લી રાખીને લોકોને મદદરૂપ પણ બન્યા હતા આમ સુરેન્દ્રનગરમાં સૌથી મોટી માનતી મહેતા માર્કેટમાં સ્વૈચ્છિક લોકડાઉનની અસર અને સ્વૈચ્છિક બંધની અસર નહિવત પ્રમાણમાં જોવા મળી હતી.
પાટડીના ઉપરિયાળા ગામે બંધ ઘરના તાળા તોડી ઘરેણાં – રોકડની ચોરી