વઢવાણ સુરેન્દ્રનગર પાલિકાની એક્સપર્ટ ટીમ દ્વારા રામ કુટીર પાસે બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરાતા સ્થાનિકોમાં આનંદ
- સુરેન્દ્રનગર પાલિકાની એક્સપર્ટ ટીમ દ્વારા રામ કુટીર પાસે બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરાતા સ્થાનિકોમાં આનંદ.
- રામ કુટીર પાસે છેલ્લા કેટલાક સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા વાહનચાલકોને મુશ્કેલી ઉભી થવા પામી હતી.
- બંધ સ્ટ્રીટ લાઈટના કારણે વાહનચાલકોને અકસ્માતની ભીતિ પણ ઉભી થવા પામી હતી.
સુરેન્દ્રનગર પાલિકાની એક્સપર્ટ ટીમ દ્વારા રામ કુટીર પાસે બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરાતા સ્થાનિકોમાં આનંદ. સુરેન્દ્રનગર દુધરેજ રોડ પર આવેલ રામ કુટીર પાસે છેલ્લા કેટલાક સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા વાહનચાલકોને મુશ્કેલી ઉભી થવા પામી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર ગણપતિ ફાટસર પાસે દોડતી કારમાં આગ લાગતાં નાસભાગ મચી હતી
તેમજ સુરેન્દ્રનગર અને ધાંગધ્રાને જોડતો આ મુખ્ય રસ્તો હોવાથી આ રસ્તા ઉપરથી સતત વાહનોની અવર-જવર રહેવા પામે છે. ત્યારે બંધ સ્ટ્રીટ લાઈટના કારણે વાહનચાલકોને અકસ્માતની ભીતિ પણ ઉભી થવા પામી હતી. જે ફરિયાદ સુરેન્દ્રનગર પાલિકા કચેરીએ થતા પાલિકાની એક્સપોર્ટની ટીમ દ્વારા બંધ રહેલ સ્ટ્રીટ લાઇટો ફરી શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિક લોકોમાં આનંદની લાગણી જોવા મળી છે.
વઢવાણ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી