સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારમાં નૃરસિંહ ટેકરીએ દાદાની મૂર્તિને લીંબુની માળા ચડાવી, પ્રાર્થના કરી
- અસાધ્ય રોગોનો નાશ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી
- નૃરસિંહ ટેકરીએ નરસિંહ ભગવાનની મૂર્તિને 125 લીંબુની માળા અર્પણ

વઢવાણ વિસ્તારમાં નૃરસિંહ ટેકરીએ દાદાની મૂર્તિને લીંબુની માળા ચડાવી અસાધ્ય રોગોનો નાશ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી. વઢવાણ વિસ્તારનાં નૃરસિંહ ટેકરીએ નરસિંહ ભગવાનની મૂર્તિને 125 લીંબુની માળા અર્પણ કરવામાં આવી હતી તથા પ્રસાદ ધરીને જગત ઉપર આવે અસાધ્ય રોગ એવા કોરોનાનો નાશ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પ્રસંગે ભૂદેવ ભરતભાઇ પંડ્યા કલાકાર દેવરાજભાઈ પરમાર, મૂળજીભાઈ ચાવડા, રવિરામદાસ સાધુ, મનુભાઇ વાણીયા, બાબુલાલ ચાવડા વિગેરેઓએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને અસાધ્ય રોગોનો ઝડપથી નાશ થાય તે માટે પ્રાર્થના પણ કરી હતી.
સુરેન્દ્રનગર રતનપર વિસ્તારમાં રાત્રિ કરફ્યુ ભંગ બદલ પોલીસ ફરિયાદ નોંધાઇ