વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં 82 હજાર પુરુષો અને 75 હજારથી વધુ મહિલાઓએ કોરોના સામે રક્ષણ પૂરું પાડતી રસી લીધી
- સુરેન્દ્રનગર જિલ્લામાં 82 હજાર પુરુષો અને 75 હજારથી વધુ મહિલાઓએ કોરોના સામે રક્ષણ પૂરું પાડતી રસી લીધી.
સુરેન્દ્રનગર જિલ્લામાં 82 હજાર પુરુષો અને 75 હજારથી વધુ મહિલાઓએ કોરોના સામે રક્ષણ પૂરું પાડતી રસી લીધી. સુરેન્દ્રનગરમાં કોરોનાની મહામારીને કંટ્રોલ કરવાના ભાગરૂપે રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે.
જેના ભાગરૂપે સુરેન્દ્રનગરમાં 22 જેટલા સેન્ટરો ઉપર થી આરોગ્યતંત્ર દ્વારા રસી આપવાની કામગીરી સવારના 10 થી સાંજના 6 સુધી કરવામાં આવી રહી છે ત્યારે હાલ જિલ્લામાં 2 લાખ 11 હજાર 598 લોકોએ રસી લઈ લીધી છે.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે ડીડીઓને V.C.E ને અન્યાય થવા બાબતે લેખિત રજૂઆત
જેમાં પ્રથમ ડોઝ 1 લાખ 57 હજાર 919 લોકોએ લઈ લીધો છે જ્યારે સેકન્ડ ડોઝ 53,679 લોકોએ લઈ લીધો છે ત્યારે આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી ડો ચંદ્રમણી દ્વારા જાહેર કરવામાં આવી છે કે હજુ પણ આગામી દિવસોમાં રસીકરણ અભિયાન વધુ તેજ બનાવાશે અને જિલ્લામાં હાલ પ્રથમ ડોઝ 500 અને બીજા ડોઝ 1000 રસી ઉપલબ્ધ હોવાનું અંતમાં જણાવ્યું હતું.
ભાડુકા ગામની સીમ વિસ્તારમાંથી એલ.સી.બી. રેઇડ પાડી, સાત ઈસમોને ઝડપી લીધા