વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ધોરણ 10ના પરિણામ જાહેર થયા 411 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો
- સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ધોરણ 10ના પરિણામ જાહેર
- 411 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો
- 19445 વિદ્યાર્થીઓ નોંધાયા હતા

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ધોરણ 10ના પરિણામ જાહેર થયા બાદ 411 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ રાજ્યની સાથે Gseb વેબસાઈટ ઉપર ધોરણ-10નું પરિણામ તારીખ 29 જૂનને મંગળવારના રોજ રાત્રીના સમયે જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓને સ્કૂલમાં ઉત્સુકતાનો માહોલ જોવા મળ્યો હતો.
વઢવાણ સુરેન્દ્રનગર ભાજપના હોદ્દેદારોએ ઈ-ચિંતન પ્રશિક્ષણ વર્ગના વર્ચ્યુઅલ સેમિનારમાં ભાગ લીધો
જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ધોરણ 10 ની પરીક્ષા માટે 19445 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 411 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જ્યારે 1165 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ જ્યારે B1માં 2099 તેમજ B2માં 3402 જ્યારે C1માં 4215 અને C2માં 3937 વિદ્યાર્થીઓએ આ ઉપરાંત D કેટેગરીમાં 4216 વિદ્યાર્થીઓ ગ્રેડ પ્રાપ્ત કર્યાની જાણકારી જાહેર કરવામાં આવી છે. આમ પરિણામ જાહેર થતાંની સાથે જ વિદ્યાર્થીઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ પણ જોવા મળ્યો હતો.
વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા RTE હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરાઈ