મતગણતરી સ્થળ ખાતે પ્રવેશ, પાર્કીંગ અને મોબાઈલ ફોન લઈ જવા અંગે નિર્દેશો જાહેર કરાયા

Photo of author

By rohitbhai parmar

Counting of votes – મતગણતરી સ્થળ ખાતે પ્રવેશ, પાર્કીંગ અને મોબાઈલ ફોન લઈ જવા અંગે નિર્દેશો જાહેર કરાયા

મતગણતરી સ્થળ ખાતે પ્રવેશ, પાર્કીંગ અને મોબાઈલ ફોન લઈ જવા અંગે નિર્દેશો જાહેર કરાયા

Google News Follow Us Link

મતગણતરી સ્થળ ખાતે પ્રવેશ, પાર્કીંગ અને મોબાઈલ ફોન લઈ જવા અંગે નિર્દેશો જાહેર કરાયા

તા.08 ડિસેમ્બરના રોજ મતગણતરી

સુરેન્દ્રનગર વિધાનસભા સામાન્ય ચૂંટણી – 2022 અંતર્ગત શ્રી એમ.પી.શાહ આર્ટસ અને સાયન્સ કોલેજ, સુરેન્દ્રનગર ખાતે તા.08.12.2022નાં રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે, જેને ધ્યાનમાં લઈને મતગણતરી કેન્દ્રની 200 મીટરની ત્રિજયાના વિસ્તારમાં તા.08.12.2022નાં સવારનાં 05.00 કલાકથી 24.00 કલાક સુધી નીચે દર્શાવ્યા મુજબનાં નિયંત્રણો અમલી રહેશે તેમ સુરેન્દ્રનગર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે. જે અનુસાર

  1. કોઈપણ વ્યકિત સક્ષમ અધિકારી દ્વારા ઈસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતનાં અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થઈ શકાશે નહીં.
  2. ઉમેદવાર/તેના ચૂંટણી એજન્ટ કે મતગણતરી એજન્ટ કે જેમને વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશ પાસ ઈસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાયના અન્ય વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકાશે નહીં.
  3. ઉમેદવાર/ તેના ચૂંટણી એજન્ટ કે મતગણતરી એજન્ટ સહિત કોઈપણ વ્યકિત મતગણતરી કેન્દ્રના પ્રિમાઈસીસમાં કે મતગણતરી હોલમાં મોબાઈલ ફોન,કોર્ડલેસ ફોન,ઈલેકટ્રોનિક ગેજેટસ, સ્માર્ટવોચ, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય ઉપકરણો લઈ જશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહીં.
  4. સમાચાર સંસ્થાઓના વ્યવસાય સાથે સંકળાયેલ પત્રકારો કે જેઓ રાજય સરકાર તરફથી ઈસ્યુ થયેલ એક્રેડીટેશન કાર્ડ ધરાવે છે અને તેમને વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ના કવરેજ માટે ભારતના ચૂંટણી પંચ/મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી,ગુજરાત રાજય દ્વારા પ્રવેશ પાસ આ૫વામાં આવેલા છે, તેવા પત્રકારો મતગણતરી માટે નક્કી થયેલ બિલ્ડીંગમાં રાખવામાં આવેલ મિડીયા સેન્ટર/કોમ્યુનિકેશન સેન્ટર સુધી મોબાઈલ સાથે જઈ શકશે પરંતુ તેઓને કોઈપણ વિધાનસભા મતવિસ્તારના મતગણતરી હોલમાં મોબાઈલ સાથે પ્રવેશ કરવાની મનાઈ રહેશે.
  5. મતગણતરી બિલ્ડીંગ તેમજ કંપાઉન્ડમાં પાન, મસાલા, ગુટખા અને ધુમ્રપાન ઉપર નિષેધ રહેશે.
  6. મતગણતરી કેન્દ્ર ખાતે આવનાર મતગણતરી સ્ટાફ/પોલીસ સ્ટાફ/ઉમેદવારો/ઉમેદવારના ચૂંટણી એજન્ટોના વાહનો માટે મતગણતરી સ્થળની બાજુમાં પાર્કિગની વ્યવસ્થા શ્રી એમ.પી.શાહ આર્ટસ અને સાયન્સ કોલેજના પાછળના ગ્રાઉન્ડમાં વાહન પાર્કીંગ કરવાનું રહેશે.

સુરેન્દ્રનગરની જાહેર જનતાએ ઉપરોક્ત તમામ બાબતોની નોંધ લેવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણવાયું છે.

સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને મતગણતરીમાં નિયુક્ત કર્મચારીઓ-અધિકારીઓની તાલીમ યોજાઈ

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link