...
- Advertisement -
Homeગુજરાત ના સમાચારરસ્તે આંતરી માર મારી પાકીટની લૂંટ

રસ્તે આંતરી માર મારી પાકીટની લૂંટ

- Advertisement -

રસ્તે આંતરી માર મારી પાકીટની લૂંટ

  • મુળી તાલુકાના સિધ્ધસર રોડ પર ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા.
  • ગાડીમાંથી નીચે ઉતારી માર મારી તેમની પાસે રહેલ રૂપિયા બે હજાર ભરેલ પાકીટની લૂંટ કરી હતી.
  • એક ડમ્પર ચાલકને અટકાવી તેની પાસેથી પણ રૂપિયા 1 હજાર લૂંટી લીધા હતા.
રસ્તે આંતરી માર મારી પાકીટની લૂંટ
રસ્તે આંતરી માર મારી પાકીટની લૂંટ

થાનગઢ ખાતે રહેતા રમણમલભાઈ ગોકળભાઈ અલગોતર (ભરવાડ) તા. 29ના રોજ રાત્રીના સવા દસ વાગ્યા આસપાસ મુળી તાલુકાના સિધ્ધસર રોડ પર ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા.

ત્યારે સાયલાના દલસુખ ભવાનભાઈ ઝાલા, સંજય જીવણભાઈ રાઠોડ અને બીજા બે માણસોએ રણમલભાઈની ગાડી રોકી હતી અને પાઇપ વડે ગાડીનો કાચ ફોડી નાખેલ. ત્યારબાદ રણમલભાઈને ગાડીમાંથી નીચે ઉતારી માર મારી તેમની પાસે રહેલ રૂપિયા બે હજાર ભરેલ પાકીટની લૂંટ કરી હતી.

કોઈના ઘરે શુભ કે અશુભ પ્રસંગ હોય તો તેના ઘરે જઈને ઊભા રહેજો જરૂરી આર્થિક મદદ તરત જ કરજો પાછા લેવાની અપેક્ષા ના રાખતા !

ઉપરાંત પસાર થતા બીજા એક ડમ્પર ચાલકને અટકાવી તેની પાસેથી પણ રૂપિયા 1 હજાર લૂંટી લીધા હતા. લૂંટના આ બનાવની ફરિયાદ મુળી પોલીસ મથકે થતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મુળી પી.એસ.આઈ. ડી.જે.ઝાલા તથા સ્ટાફના માણસોએ આ બનાવ અંગે સાયલાના ધોળીધાર વિસ્તારમાં રહેતા દલસુખ ભવાનભાઈ, સંજય જીવણભાઈ, હડાળાના નાજાભાઈ વશરામભાઈ અને મુળીના ભરત મગનભાઇને કાર તેમજ લૂંટેલા રૂ. 5700 સાથે ડોળિયા બાઉન્ડ્રી પાસેથી ઝડપી લીધા હતા.

સુરેન્દ્રનગર થાનગઢમાં જીવાપીરની દરગાહની બાજુના નાળાની સાફ સફાઈ કરવામાં આવી

વધુ સમાચાર માટે…

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.