Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ મહિલાલક્ષી જાગૃતિ કાર્યક્રમો યોજાયા

International Women’s Day – સુરેન્દ્રનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ મહિલાલક્ષી જાગૃતિ કાર્યક્રમો યોજાયા

Google News Follow Us Link

દર વર્ષે 8મી માર્ચ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે મનાવવામાં આવે છે. જે અંતર્ગત મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. આ શ્રેણીમાં મહિલા કોલેજ સુરેન્દ્રનગર ખાતે ડિજિટલ સેફટી એન્ડ સિક્યુરિટી જાગૃતિ કરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાયબર સેફટી, સખી વન સ્ટોપ સેન્ટ, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, ઘરેલુ હિંસા અધિનિયમ – 2005, સંકટ સખી એપ્લિકેશન સહિત વિવિધ મહિલાલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

આ ઉપરાંત આજ રોજ મહિલા અને બાળ અધિકારીની કચેરી સુરેન્દ્રનગર અને બાળ સુરક્ષા એકમ સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે સવા શાળા ખાતે પોકસો એક્ટ, ગુડ ટચ બેડ ટચ જાગૃતિકરણ અંગે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શ્રી નિમિષાબેન ડોડીયાએ ગૂડ ટચ, બેડ ટચ તેમજ પોક્સો એક્ટની સમજણ આપી હતી, ફિલ્ડ ઓફિસરશ્રી ભરતભાઇ ડાભીએ મહિલાલક્ષી યોજનાઓ અને મહિલાલક્ષી કાયદાઓ વિશે સમજ આપી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી દર્શિતાબેન રાવલ સહિત સ્ટાફ અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

માહિતી બ્‍યુરોસુરેન્‍દ્રનગર:

અરૂણા ડાવરા

બેટી બચાવો બેટી પઢાઓ સેલ દ્વારા “દિકરા – દિકરી એક સમાન” અને “સ્ત્રી ભૃણ હત્યા અટકાવવા” વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version