Site icon સોહમ 24 ન્યુઝ

કાનપુર બસ અકસ્માત: યુપીના કાનપુરમાં બસ ચાલકે ટ્રાફિક બૂથ તોડી વાહનચાલકોને લીધા અડફેટે, ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત

કાનપુર બસ અકસ્માત: યુપીના કાનપુરમાં બસ ચાલકે ટ્રાફિક બૂથ તોડી વાહનચાલકોને લીધા અડફેટે, ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત

કાનપુર બસ અકસ્માત: યુપીના કાનપુરમાં બસ ચાલકે ટ્રાફિક બૂથ તોડી વાહનચાલકોને લીધા અડફેટે, ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત

કાનપુર બસ અકસ્માત: યુપીના કાનપુરમાં બસ ચાલકે ટ્રાફિક બૂથ તોડી વાહનચાલકોને લીધા અડફેટે, ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના મોત

Google News Follow Us Link

ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમા એક બસ ચાલકે ટ્રાફિકબુથ તોડી વાહનચાલકોને અડફેટે લીધા જેમા કુલ 6 લોકોના કરૂણ મોત થયા છે.

ઉત્તરપ્રદેશના કાનપુરમાં ગત મોડી રાતે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો જે અકસ્માતમાં કુલ 6 લોકોના મોત થયા છે. સાથે જ ઘણા બધા લોકો ઘાયલ પણ થયા છે. પ્રાપ્ત થતિ માહિતી અનુસાર ટાટમિલ ચોકડી પાસે એક ઈલેક્ટ્રિક બસના ડ્રાયવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી ટ્રાફિક બૂથને તોડીને અમુક રાહદારીઓને અને વાહન ચાલકોને અડફેટે લીધા હતા.

2 લોકોના ઘટના સ્થળે મોત :-

આ અકસ્માત એટલો ગંભીર હતો કે 2 લોકોના ઘટના સ્થળેજ મોત થયા હતા. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેથી તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા તે સમયે તેમણે રસ્તામાંજ શ્વાસ છોડી દીધા, એટલે આ ગમખ્વાર અકસ્માતમાં કુલ 6 લોકોના ખુબજ કરૂણ મોત થયા છે.

Birthday Wish: આયુષ્માન ખુરાનાએ તાહિરા માટે લખી બર્થડે નોટ, 21 વર્ષ પહેલાં પત્ની માટે ગાયેલું ગીત કર્યું શેર

અકસ્માત બાદ બસ ચાલક ફરાર :- 

બસ ઘંટાઘર થી કિદવઈનગર જવા માટે નીકળી હતી તે સમયે બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો. અકસ્માત બાદ સ્થળ પર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે બસ ડ્રાયવર તેજ સમયે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જેની શોધખોળ હાલ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાજ પોલીસ સ્થળ પર પહોચી હતી અને તેમણે ઘાયલ મુલાફરોને લાલા લાજપત રાય હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકાએ કરી ટ્વીટ :-

આ અકસ્માતની જાણ થતાજ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકાએ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું. જેમા તેમણે કહ્યું કે કાનપુરમાં જે અકસ્માત સર્જાયો તેને લઈને ઘણું દુખ થયું. મૃતકોના પરિવારને હું મારી સંવેદના છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે ઈશ્વરને પ્રા્થના કરું છું કે ઘાયલો પણ જલ્દીથી સાજા થાય.

https://twitter.com/priyankagandhi/status/1487868124716171266?ref_src=twsrc%5Etfw

અમુક લોકોની હાલત ગંભીર :- 

ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં ભોગ બનેલા અમુક લોકોની હાલત હજુ પણ ઘણી ગંભીર છે. ઘટનામાં મોટા પ્રમાણમાં લોકો ઘાયલ થયા છે. હાલ પોલીસ બસ ડ્રાયવરને શોધી રહી છે. પોલીસના કહેવા પ્રમાણે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા બધા લોકો ઘાયલ પણ થયા છે.

ઓસ્ટ્રેલિયન ઓપન 2022 : એશ્લી બાર્ટી બની વર્લ્ડ ચેમ્પિયન, ત્રીજો ગ્રાન્ડ સ્લેમ જીતીને રચ્યો ઈતિહાસ

વધુ સમાચાર માટે…

VTV ગુજરાતી

Google News Follow Us Link

Exit mobile version